પ્રેમીનો માર ખાઈને કંટાળેલી પ્રેમિકાએ થાંભલા સાથે બાંધીને પ્રેમીને જાહેરમાં ધોઈ નાંખ્યો

0
5
પ્રેમી ગંગા પ્રેમિકા નીતૂને છાસવારે મારતો હતો. બહેનના લગ્ન ન થતાં તે નીતૂને ઘરે આવવા ન્હોતો દેતો. અચાનક એક દિવસ પ્રેમીએ નીતૂને એકલી છોડી દીધી હતી.
પ્રેમી ગંગા પ્રેમિકા નીતૂને છાસવારે મારતો હતો. બહેનના લગ્ન ન થતાં તે નીતૂને ઘરે આવવા ન્હોતો દેતો. અચાનક એક દિવસ પ્રેમીએ નીતૂને એકલી છોડી દીધી હતી.

 

બિહાર: બિહારમાં (Bihar) પોતાના પ્રેમીના (boyfriend) ત્રાસથી કંટાળીને પ્રેમિકાએ પોતાના પ્રેમીની જોરદાર ધોલાઈ કરી હતી. જેનો વીડિયો વાયરલ (viral video) થયો છે. આ ઘટના બિહારના કટિહાલ જિલ્લાના જયપ્રકાશનગર ગામની છે.

ઉલ્લેખનીય છેકે પ્રેમિકા નીતૂએ 2017માં પડોશી ગામમાં જ રહેતા યુવક ગંગા કુમાર વિશ્વાસ સાથે પ્રેમ થયો હતો. બંને કટિહારના બારસોઈ કોર્ટમાં લગ્ન કર્યા હતા. જેની માન્યતા છ મહિનાની જ હતી. પ્રેમીએ આ લગ્ન સાલમારી ઓપીની નજીક કોઈ ઓળખીતાના ત્યાં કર્યા હતા. ત્યારબાદ દિલ્હી અને હૈદરાબાદ રહેવા લાગ્યા હતા.

પ્રેમી ગંગા પ્રેમિકા નીતૂને છાશવારે મારતો હતો. બહેનના લગ્ન ન થતાં તે નીતૂને ઘરે આવવા ન્હોતો દેતો. અચાનક એક દિવસ પ્રેમીએ નીતૂને એકલી છોડી દીધી હતી.

પીડિતા નીતૂ ગમેતેમ કરીને એકલી પોતાના ઘરે કટિહાર પહોંચી ગઈ હતી. નીતૂ રાહ જોતી હતી કે ગંગા ક્યારે ઘરે પાછો આવે. અને ત્યારે તેને સબક સિખવાડવામાં આવે. સંજોગથી ગંગા ઘરે આવ્યાની જાણ પ્રેમિકાને થઈ હતી.

નીતૂના પરિવારજનો અને ગ્રામીણોએ ગંગાને પકડીને વીજળીના થાંભલા સાથે બાંધી દીધો હતો. ત્યાર બાદ બધાલે વારાફરથી માર માર્યો હતો. નીતૂએ પોતાના ધોખેબાજ પ્રેમીને જોઈને પોતાને રોકી ન શકી અને ઝાડુ અને મુક્કા વડે મારવાનું શરૂ કરી દીધું હતું.

આ દરમિયાન પ્રેમી ગંગાએ પોતાની ભૂલ અને પોતાને છોડવા માટે બંને હાથ જોડીને વિનંતી કરી હતી. અને આજીજી કરતો હતો. અંતે તેને ત્યારે છોડવામાં આવ્યો જ્યારે તેણે પરિવારજનો અને ગ્રામના લોકો સામે નીતૂને રાખવા માટેનો વાયદો કર્યો હતો.

પોતાના પ્રેમીના અત્યાચારથી તંગ આવીને નીતૂ ખુદ એવું જ ઈચ્છતી હતી કે કાગળિયા બને અને પરિવારજનો અને ગ્રામિણો સામે નિર્ણય થાય. ત્યારબાદ આખો મામલો રફાદફા થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here