Tuesday, September 21, 2021
Homeપ્રૉપર્ટી પ્રમાણે ભાજપનાં 85% નેતાઓ કરોડપતિ છે, શિક્ષણની બાબતે બધી પાર્ટીની હાલત...
Array

પ્રૉપર્ટી પ્રમાણે ભાજપનાં 85% નેતાઓ કરોડપતિ છે, શિક્ષણની બાબતે બધી પાર્ટીની હાલત તમે જ જોઈ લો

લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. એવામાં પાર્ટીએ લગભગ ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે અને એમુક બાકી છે તે હવે કરશે. પણ એ પહેલા જેટલા હાલમાં દરેક પાર્ટીમાં નેતા છે અને જે ઉભવાના છે તેમનું શિક્ષણ અને તેમની પ્રોપર્ટી વિશે જો આપણે વિસ્તારથી વાત કરીએ તો…

પાર્ટી મુજબ જોવા જઈએ તો ભાજપનાં 85%, કોંગ્રેસનાં 82%, AIDMKનાં 78% અને TMCનાં 65% સાંસદોએ એક કરોડથી વધુ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. દેશમ પાર્ટીનાં સાંસદ જયદેવ ગલ્લા 686 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી અમીર સાંસદ છે જ્યારે રાજસ્થાનની ભાજપનાં સાંસદ સુમેધા નંદ સરસ્વતીએ સૌથી ઓછી 34,000 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

શિક્ષણની વાત કરીએ તો 126 સાંસદો એટલે કે 24%એ જાહેર કર્યું હતું કે તેઓ 12 પાસ અથવા તેનાથી નીચેની શૈક્ષણિક યોગ્યતા ધરાવે છે જ્યારે 384 સાંસદો એટલે કે 74% ગ્રેજ્યુએટ અથવા તેની ઉપરની ડિગ્રી ધરાવે છે. 206 સભ્યોની ઉંમર 25થી 50 વર્ષ છે જ્યારે 281 સભ્યોની ઉંમર 51થી 70 વર્ષની વચ્ચે તેમજ 34 સભ્યોની ઉંમર 71 વર્ષથી વધુ છે. આ ઉપરાંત સાંસદ સભ્યોમાં 66 મહિલાઓ છે જ્યારે 455 પુરુષ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments