પ. બંગાળમાં ભાજપની ‘વિજય રેલી’ પર બોમ્બ એટેક, ચાર કાર્યકરો ઘાયલ

0
22

પશ્ચિમ બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓની હત્યા બાદ હવે પાર્ટીનાં વિજયી જુલુસમાં બોમ્બથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. જો કે પોલીસે એવો દાવો કર્યો કે આ હુમલામાં કોઇ જ ઇજાગ્રસ્ત નથી થયું. જો કે ચાર લોકો ઘાયલ થયા છે. ત્યારે બીજેપીએ આને માટે પણ ટીએમસી સમર્થકોને જવાબદાર ઠહેરાવ્યાં છે.

કોલકાતાઃ લોકસભાની ચૂંટણી બાદ પણ પશ્ચિમ બંગાળમાં હિંસા અટકવાનું નામ લેતી નથી. ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપના બે કાર્યકરોની હત્યા પછી હવે ભાજપની એક વિજય રેલી પર બોમ્બથી હુમલો કરવાની ઘટના ઘટી છે. રાજ્યનાં બીરભૂમમાં ભાજપનાં વિજય સરઘસ પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. આ અગાઉ ગઈ કાલે કોલકાતામાં વનપ્રધાન વિનય કૃષ્ણ બર્મનના કાફલા પર પણ હુમલો થયો હતો.

આ હુમલા માટે ભાજપનાં કાર્યકરો પર આક્ષેપ થયો છે. બીરભૂમમાં લોકપુર કોલેજ નજીક ભાજપનું વિજય સરઘસ પસાર થઈ રહ્યુ હતું ત્યારે ટીએમસીના કાર્યાલય સામે સરઘસ પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ બોમ્બ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા. ભાજપનાં કાર્યકરો જ્યારે વિજય જશ્ન મનાવી રહ્યા હતા ત્યારે એકાએક બોમ્બ ફાટતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ બોમ્બ વિસ્ફોટમાં ભાજપનાં ચાર કાર્યકરો ઘાયલ થયા છે.

આશ્ચર્યની વાત એ છે કે આ બોમ્બ હુમલો પોલીસની હાજરીમાં થયો હતો. આ બોમ્બ હુમલાનો આરોપ મુખ્યપ્રધાન મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર મૂકવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં લોકોસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપનાં કાર્યકરોનાં મોતથી ભારે આતંક પ્રવર્તે છે. રવિવારે નોર્થ ૨૪ પરગણા જિલ્લામાં ભાજપના એક કાર્યકરને અજાણ્યા લોકોએ ગોળીબારને કરીને ઠાર માર્યા હતાં.

આ અગાઉ ચકદહામાં પણ ભાજપનાં એક કાર્યકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંને હત્યાના પગલે રાજ્યમાં ભારે તંગદિલી પ્રવર્તી રહી છે. આ ઉપરાંત બીરભૂમમાં ભાજપની વિજય રેલી પર બોમ્બ હુમલો થતાં હડકંપ મચી ગયો છે. આ ઘટના માટે ભાજપના કાર્યકરોએ તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here