Tuesday, October 26, 2021
Home‘ફક્ત સુપરસ્ટારની હાજરીથી ફિલ્મો ન ચાલે’ ખાન્સની ફ્લૉપ ફિલ્મ પર આ શું...
Array

‘ફક્ત સુપરસ્ટારની હાજરીથી ફિલ્મો ન ચાલે’ ખાન્સની ફ્લૉપ ફિલ્મ પર આ શું બોલી ગઇ દિપીકા!

લગ્ન બાદ દીપિકા પોતાના કામમાં વ્યસ્ત થઇ ગઇ છે સાથે જ તે રણવીર સાથે પોતાની પર્નલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે ફિલ્મની સફળતાને લઇને એક નિવેદન આપ્યું છે. તમારી ફિલ્મના પોસ્ટર પર કોઇ સુપર સ્ટારનો ફોટોગ્રાફ જોઇને લોકો ફિલ્મની ટિકિટ ખરીદવા ધસારો કરે એવા દિવસો હવે પૂરા થયા એમ મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ કહ્યું હતું.

અગાઉ જુદા જુદા બી ગ્રેડના કલાકારો આવો અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા હતા. આમ થવાનું કારણ એ હતું કે તાજેતરમાં યશ રાજ જેવા પ્રતિષ્ઠિત બેનરની મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને આમિર ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન તેમજ શાહરુખ ખાનની અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સાથેની મેગાબજેટ ફિલ્મ ઝીરો બોક્સ ઑફિસ પર ભૂંડે હાલે પટકાઇ પડી હતી. આમિર ખાનની આ પહેલાંની સિક્રેટ સુપર સ્ટાર અને શાહરુખ ખાનની આ પહેલાંની એક નહીં પણ ચારેક ફિલ્મો ફ્લોપ નીવડી હતી.

એને લઇને સૂત્રો એવું કહેતા થયા હતા કે સુપર સ્ટાર્સનો જમાનો પૂરો થયો. હવે તો કન્ટેન્ટ (કથાસામગ્રી) પર ફિલ્મો ચાલે છે. તમારી સ્ટોરી સારી હશે તો સાવ નાનકડા કલાકાર સાથેની ફિલ્મ પણ હિટ નીવડશે.

યોગાનુયોગે આવી વાતોને કેટલીક સાવ સામાન્ય બજેટમાં બનેલી અને બી ગ્રેડના કલાકારોને ચમકાવતી ફિલ્મો હિટ નીવડતાં સમર્થન સાંપડયું હતું. જેમ કે આયુષમાન ખુરાનાની અંધાધૂંધ અને બધાઇ હો સુપરહિટ નીવડી હતી અને આયુષમાન રાતોરાત સ્ટાર ગણાતો થઇ ગયો હતો. એજ રીતે વીકી કૌશલ અને આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી પણ બોક્સ ઑફિસ પર સુપરહિટ નીવડી હતી. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી પણ ટિકિટબારી પર ૧૦૦ કરોડના આંકડાને અતિક્રમી ગઇ હતી અને ફિલ્મ હિટ નીવડી હતી. હવે દીપિકા જેવી ફિલ્મ દીઠ ૧૦થી ૧૨ કરોડ વસૂલ કરતી મોખરાની અભિનેત્રી પણ કહે છે કે માત્ર સુપર સ્ટારની હાજરીથી ફિલ્મો ચાલતી નથી.

 

જણાવી દઇ કે આ કપલે ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતા. આ અવસરે તેમના પરિવારજનો અને નજીકના મિત્રો જ સામેલ થયાં હતા. લગ્ન બાદથી જ આ કપલ ચર્ચામાં છે. હવે જાણવા મળી રહ્યું છે કે રણવીર કપિલ દેવની બાયોપિક ’83’માં દીપિકા સાથે નજરે પડશે.

રિપોર્ટસ અનુસાર આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્નીની ભુમિકામાં જોવા મળશે તેવી ચર્ચાઓ હતી. જ્યારે રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે. જો કે આ ફિલ્મની ઑફર દીપિકાને કરવામાં આવતાં એણે સવિનય ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. એના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં જરૂર પડયે રણવીર અને દીપિકા સાથે કામ કરશે પરંતુ એ માટે બંને અનિવાર્ય હોય એવી સ્ક્રીપ્ટ હોવી જોઇએ. દીપિકાના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ સ્ક્રીપ્ટ મળશે તો પતિપત્ની બંને એક ફિલ્મમાં સાથે દેખાશે. નહીંતર બંને સાથે જોવા નહીં મળે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments