ફટાકડા ના વેપારીના ઘરે વિસ્ફોટના પગલે 10નાં મોત, ગેરકાયદેસર રીતે ગનપાવડર એકત્રિત કરાયો હોવાની શંકા

0
40

લખનઉઃ ઉતરપ્રદેશના ભદેહીમાં શનિવારે સવારે એક ફટાકડા ના કારોબારીના ઘરમાં થયેલા વિસ્ફોટમાં 10 લોકોના મૃત્યું થયા છે. વિસ્ફોટ એટલો જબરજસ્ત હતો કે સમગ્ર મકાન જ ધરાશાયી થઈ ગયું. ઘરના કાટમાળમાં કેટલાક લોકો દબાયેલા હોવાની શકયતા છે. ઘરની અંદર સતત વિસ્ફોટ થવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મોડું થયું હતું.

પોલિસના જણાવ્યા પ્રમાણે, રોટહાં ગામના ઈરફાન મંસૂરીને ફટાકડાનો કારોબાર છે. તેણે ઘરમાં જ ફટાકડાની દુકાન ખોલી હતી. સવારે 11 વાગે ઘરમાં જોરથી બ્લાસ્ટ થયો હતો. પોલિસને શંક છે કે ઈરફાનના ઘરમાં મોટી પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ગન પાવડર કે કોઈ જ્વલનશીલ પદાર્થ જમા કરી લીધો હતો.

આઈજી પીયૂષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કાટમાળને જેસીબી મશીનથી હટાવવાની કામગીરી ચાલું છે. એન્ટી બોમ્બ સ્કોડને પણ તપાસ માટે બોલાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here