Sunday, November 28, 2021
Homeફડણવીસ સાથે ચર્ચા પછી અણ્ણાએ સાતમા દિવસે ઉપવાસ છોડ્યા
Array

ફડણવીસ સાથે ચર્ચા પછી અણ્ણાએ સાતમા દિવસે ઉપવાસ છોડ્યા

મુંબઈ: રાળેગણસિદ્ધિમાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે 6 કલાક સુધી ચર્ચા પછી આખરે સમાજસેવક અણ્ણા હજારોએ મંગળવારે રાત્રે ઉપવાસ આંદોલન પાછું ખેંચ્યું હતું. અણ્ણાની બધી માગણીઓ માન્ય કરવાનું આશ્વાસન ફડણવીસે આપ્યું હતું. દુકાળગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક મદદ, લોકાયુક્તના નવા કાયદા માટે સમિતિ સ્થાપવા સહિતની બધી માગણીઓ માન્ય કરવામાં આવી હતી. આ પછી રાળેગણસિદ્ધિના સર્વ ગામવાસીઓએ મુખ્ય મંત્રીનો આભાર માન્યો હતો.

 

ખેતમાલના દર માટે સમિતિ સ્થાપવામાં આવશે

મુખ્ય મંત્રીએ આ પછી જણાવ્યું કે આગામી બજેટ અધિવેશનમાં લોકપાલનો મુસદ્દો રજૂ કરાશે. અણ્ણા દેશની સંપત્તિ છે, તેમની તબિયત સારી રહેવી જરૂરી છે. આથી ચર્ચા લંબાઈ પણ હકારાત્મક ઉકેલ આવ્યો તેનો સંતોષ છે. ખેડૂત સન્માન યોજનામાંથી ખેડૂતોને આપવામાં આવતા ભંડોળમાં વધારો કરવાની માગણી માન્ય કરવામાં આવી છે. ખેતમાલના દર માટે સમિતિ સ્થાપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments