ફરજિયાત: હવે બિલ્ડર્સ તમને નહીં છેતરી શકે, ગુજરાતમાં સૌ પ્રથમ શરૂઆત

0
29

રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ રેરા અંતર્ગત પ્રોપર્ટીના ડેવલપર્સને, બિલ્ડરોએ હવે વેબસાઈટ પર તેમનાં યુનિટની માહિતી મૂકવાનું ફરજિયાત કરાયું છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ અંતર્ગત પ્રોપર્ટીના ડેવલપર્સ અને બિલ્ડરોએ હવે રેરા વેબસાઈટ ઉપર તેમની પ્રોપર્ટીના કેટલાં યુનિટ બુક થયાં અને હજુ કેટલાં યુનિટ બુક થવાનાં બાકી છે.તે અંગેની જાણકારી પણ આપવાની ફરજિયાત કરવામાં આવી છે, એટલું જ નહીં પણ કોના નામે કેટલી પ્રોપર્ટી બુકિંગ કરવામાં આવી છે. તેમનાં નામ પણ  બિલ્ડરે ફરજિયાત બતાવવાનાં રહેશે. અગાઉ બિલ્ડરો અને પ્રોપર્ટી ડેવલપર્સ  એક જ મિલકતનો બે વાર અલગ અલગ માલિકો સાથે સોદો કરી અને મિલકત ખરીદનાર સાથે એક પ્રકારની ઠગાઈ કરતા હોવાની અનેક ફરિયાદો તંત્રના ધ્યાને આવી હતી.

એટલું જ નહીં પ્રીમિયમ ફ્લેટ કે મિલકત બુક થઈ ગયાં  છે તેવું કહીને  અને પહેલાં નોન   પ્રીમિયમ ફ્લેટ વેચવા માટે પણ આ પ્રકારે ગ્રાહકને સમજાવીને પહેલા નોન પ્રીમિયમ ફ્લેટ વેચી અને પછી પ્રીમિયમ ફ્લેટ વેચી તગડી કમાણી કરાતી હતી

રેરાના આ નિર્ણયના કારણે  મિલકતની ખરીદીમાં રસ ધરાવનારા ગ્રાહકોને તેની સાચી અને  પૂરતી જાણકારી મળી રહેશે. રેરા વેબસાઈટ ઉપર આ માહિતીનો સમાવેશ કરનારું ગુજરાત  દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૬માં રેરા એક્ટ અમલી બનાવ્યા પછી મિલકતની ખરીદી કરવા ઇચ્છતા ગ્રાહકોની સુરક્ષા માટે વિવિધ પ્રકારની જોગવાઈઓ પ્રોપર્ટીના ડેવલપર્સ અને બિલ્ડર્સ માટે ફરજિયાતપણે અમલી બનાવી હતી. રાજ્ય સરકારનાં આ પગલાં બાદ રેરાએ તાજેતરમાં જ આ  ગ્રાહકલક્ષી નિર્ણય ફરજિયાત કર્યો છે.

રેરાના સલાહકાર લલિત રાયઠઠ્ઠાએ જણાવ્યું હતું કે હવેથી જે તે પ્રોપર્ટીના ડેવલપર્સે રેરાની વેબસાઈટ ઉપર તેની સાઇટનાં કેટલાં યુનિટનું બુકિંગ થયું અને કેટલાંનું બાકી છે તે અંગેની માહિતી પણ ફરજિયાત અપલોડ કરવી પડશે એટલું જ નહીં ડેવલપરે મિલકતનું  બુકિંગ કરાવનારા ગ્રાહકના નામનાં ઇનિશિયલ  પણ વેબસાઈટ ઉપર અપલોડ કરવાનાં રહેશે. જેના કારણે કોના નામે ક્યું  યુનિટ વેચાયું છે તેની માહિતી મળી રહેશે બિલ્ડરે દર ત્રણ મહિને આ  વેબસાઇટ પર અપડેટ કરવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here