ફરજ દરમિયાન બેદરકારી દાખવનાર પાટણવાવના 2 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

0
66

રાજકોટ: ધોરાજીના ભાડેરમાં થોડા દિવસ પહેલા જમીન મામલે નામચીન શખ્સની હત્યામાં મુસ્લિમ અને પટેલ જુથના લોકો સામસામે આવી ગયા હતા. ત્યારે ફરજ દરમિયાન બેદરકારી દાખવનાર પાટણવાવના 2 પોલીસ કોન્સ્ટેબલને જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ સસ્પેન્ડ કરવાનો હુકમ આપ્યો છે. મહત્વનું છે કે ધોરાજી તાલુકાના વંથલી પંથકમાં રહેતો નામચીન મુસા ઈબ્રાહીમ શાંધની જમીન મામલે પટેલ જુથે હત્યા કર્યાના ચકચારી બનાવમાં ભાડેર ગામમાં પટેલ અને મુસ્લિમ જુથ સામસામે આવી જતાં ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં ફરજ દરમિયાન પાટણવાવ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાહુલ વિરડા અને પ્રદીપસિંહ ચુડાસમાએ પોતાની રાઈફલ મુકી આંટો મારવા ગયા હતા. તે દરમિયાન અધિકારીઓ ઘટનાસ્થળે વિઝીટ કરવા જતાં બન્નેને તે અંગે ખુલાસા કરવાનું જણાવ્યું હતું. પરંતુ આજદીન સુધી ખુલાસો ન કરતા જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ આજે બન્ને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here