Monday, September 20, 2021
Homeફરી એકવાર 'કભી ખુશી કભી ગમ' ફિલ્મમાં કરીના કપૂરનું 'પૂ' કેરેક્ટર વેબ...
Array

ફરી એકવાર ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મમાં કરીના કપૂરનું ‘પૂ’ કેરેક્ટર વેબ સિરીઝમાં જોવા મળશે

બોલિવૂડ ડેસ્ક: એક્ટ્રેસ કરીના કપૂરનું ‘કભી ખુશી કભી ગમ’નું કેરેક્ટર ‘પૂ’ ફરી એકવખત જીવંત થવાનું છે. આ ફિલ્મ માં તેણે અંજલિ શર્મા એટલે કે કાજોલની નાની બહેનનો રોલ કર્યો હતો. ફિલ્મમાં તેનું નામ પૂજા શર્મા હતું, પરંતુ જુવાન થયા બાદ તેને બધા ‘પૂ’ કહીને બોલાવતા હતાં.

ડિજિટલ પ્લેટફોર્મ

મીડિયાના ન્યૂઝ પ્રમાણે ધર્મા પ્રોડક્શને કરીનાને ‘પૂ’ રોલ માટે સાઈન કરી છે. આ રોલ કોઈ ફિલ્મમાં નહિ પરંતુ વેબ સિરીઝમાં દેખાશે. ધર્મા પ્રોડક્શન હાલ ડિજિટલ પ્લેટફોર્મ માટે એક વેબ સિરીઝ બનાવી રહ્યું છે જેમાં કરીના ‘પૂ’ના રોલ માં જોવા મળશે. સિરીઝમાં કેરેક્ટર એ જ રહેશે, પરંતુ તેને થોડો આધુનિક ટચ આપવામાં આવશે.

કરીના કપૂર આવનારી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’, ‘ગુડ ન્યૂઝ’ ઉપરાંત ‘તખ્ત’માં પણ જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments