ફરી થશે ‘હેરા ફેરી’, અક્ષય-સુનિલ અને પરેશની તિકડી મચાવશે ધમાલ

0
47

અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની કૉમેડી ડૉઝ ફિલ્મ ‘હેરા ફેરી’ની ત્રીજી કડીની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા લોકોની આતુરતાનો હવે અંત આવશે. જણાવી દઇએ કે આ ફિલ્મનો ત્રીજો પાર્ટ ટૂંક સમયમાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે જ ફિલ્મ રીલીઝ થઇ શકે છે.

અક્ષય કુમાર, પરેશા રાવલ અને સુનીલ શેટ્ટી સ્ટારર હેરા ફેરી વર્ષ 2000માં રીલીઝ થઇ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા પ્રાપ્ત કરી હતી. અક્ષય, પરેશ અને સુનીલના કરિયર માટે આ ફિલ્મ જોરદાર સાબિત થઇ. ફિલ્મને પ્રિયદર્શને ડાયરેક્ટ કરી હતી. ફિલ્મની લોકપ્રિયતા જોતા નીરજ પાંડેએ ફિલ્મની સીક્વલ પણ બનાવી.  જો કે સીક્વલ ઓરિજીનલ ફિલ્મની સફળતાને રિપીટ કરી શકી નહતી.

રિપોર્ટ અનુસાર પ્રોડ્યૂસર ફિરોઝે ડાયરેક્ટર ઇન્દ્ર કુમાર સાથે હવે હેરાફેરીના ત્રીજા ભાગને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફિલ્મથી જોડાયેલા એક સૂત્ર અનુસાર અક્ષય, સુનીલ અને પરેશની આઇકોનિક ફિલ્મનો ત્રીજો ભાગ હજુ સ્ક્રિપ્ટિંગ સ્ટેજમાં છે. ઇન્દ્ર કુમાર પોતાના લેખકો સાથે આ ફિલ્મ પર ગત મે મહિનાથી કામ કરી રહ્યા છે. એમને ફિલ્મનો પહેલો હાફ લોક કરી લીધો છે અને બીજા હાફ પર કામ ચાલી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કેટલાક રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં સ્ક્રિપ્ટ મોડીના કારણે થઇ રહ્યું છે. હેરા ફેરી એક લોકપ્રિય ફિલ્મ રહી છે અને ટીમ ઊતાવળમાં કોઇ નિર્ણય લેવા માંગતી નથી. જો કે ફિલ્મને લઇને બધા ખૂબ જ ઉત્સાહી છે.  જો કે આ પહેલા એવી માહિતી મળી હતી કે પ્રોડ્યૂસર ફિરોઝ નાડિયાડવાલાની સાથે થોડો વિવાદ થવાના કારણે અક્ષયે ફિલ્મથી બહાર જવાનો નિર્ણય લઇ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here