Sunday, November 28, 2021
Homeફલાઈટમાં 6 કલાકથી વધુ મોડું થવાની શકયતા હશે તો મુસાફરો બીજી ફલાઈટ...
Array

ફલાઈટમાં 6 કલાકથી વધુ મોડું થવાની શકયતા હશે તો મુસાફરો બીજી ફલાઈટ કે રિફન્ડ લેવાના હકદાર બનશે

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ બુધવારે પેસેન્જર ચાર્ટર ઈસ્યુ કર્યું છે. તેમાં હવાઈ મુસાફરોના અધિકારોની માહિતી આપવામાં આવી છે. તે મુજબ કોઈ ફલાઈટમાં 6 કલાકથી વધુ મોડું થવાની શકયતા હોય તો એરલાઈને અલ્ટરનેટ ફલાઈટનો વિકલ્પ આપવાનો રહેશે. અથવા તો પછી ટિક્ટિના બધા પૈસા રિફન્ડ કરવા પડશે.

એરલાઈને ફલાઈટ કેન્સલેશનની માહિતી ડિપાર્ચરના ઓછામાં ઓછા 2 સપ્તાહ પહેલા આપવાની રહેશે. આ અંગેની માહિતી આપવામાં આના કરતા વધુ સમય લાગ્યો તો ફલાઈટ કે રિફન્ડનો વિકલ્પ આપવો પડશે.

પેસેન્જર ચાર્ટરમાં કહેવામાં આવ્યું છે કે ટિક્ટિ બુકિંગના સમયે એરલાઈને એ સ્પષ્ટ જણાવવાનું રહેશે કે કેન્સલેશનની સ્થિતિમાં કેટલી રકમ પરત કરવામાં આવશે. ઓવરબુકિંગના કારણે કોઈ પેસેન્જરને બોર્ડિંગ ન મળ્યું અને તેને ફલાઈટ ડિપાર્ચરના એક કલાકની અંદર અલ્ટરનેટ ફલાઈટ આપવામાં આવશે તો પેસેન્જર વળતરનો દાવો કરી શકશે નહિ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments