Saturday, September 25, 2021
Homeફલાઈટ માં પોતાના માટે સ્પેશિયલ ખાવાનું ન મગાવે પાયલટ
Array

ફલાઈટ માં પોતાના માટે સ્પેશિયલ ખાવાનું ન મગાવે પાયલટ

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ તેના તમામ પાયલટની સાથે કોકપિટ ક્રૂને નિર્દેશ આપ્યો છે કે તે ફલાઈટમાં સ્પેશિયલ ખાવાનું ન મગાવે. એવિએશન કંપનીનું કહેવું છે કે આ નિયમોની વિરુદ્ધ છે. ફલાઈટમાં ક્રૂએ તે જ ખાવું જોઈએ, જે કંપની સર્વ કરાવી રહી છે. એર ઈન્ડિયાના ડાયરેક્ટર ઓપરેશન અમિતાભ સિંહએ કહ્યું છે કે ફલાઈટમાં માત્ર મેડિકલ ગ્રાઉન્ડ પર સ્પેશિયલ ખાવાનું મગાવી શકાય છે.

રૂ સ્પેશિયલ ખાવાનું મંગાવી રહ્યાં હતાઃ સિંહ

ડાયરેક્ટરે ઓપરેશનને કહ્યું કે પ્રબંધનની નોટિસમાં આ વાત પ્રકાશમાં આવી હતી કે ફ્લાઈટ દરમિયાન પાયલટ અને અન્ય સ્ટાફ પોતાના માટે સ્પેશિયલ ખાવાનું મંગાવે છે. તેમાં બર્ગર અને સૂપ જેવી ચીજો સામેલ છે.

સિંહનું કહેવું છે કે પાયલટના આ વલણથી એર ઈન્ડિયાનો ફૂડ બિલ ખર્ચ વધી રહ્યો છે. તેમનું કહેવું છે કે તેનાથી ક્રૂ માટે ખાવાની વ્યવસ્થા કરવામં પણ મુશ્કેલી થઈ રહી છે. કંપની જે ખાવાનાનો ઉપયોગ કરે છે, તેનો પુરો ઉપયોગ થઈ રહ્યો નથી.

એર ઈન્ડિયાએ મુસાફરોના સૂચનો બાદ ફલાઈટ્સમાં મેન્યુ બદલ્યું છે. હવે કોલ્ડ ડ્રિન્ક્સ અને જ્યુસની જગ્યાએ આમ પના, છાશ અને લસ્સી મળશે. આ સિવાય બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments