Thursday, October 21, 2021
Homeફાયનલી આ તારીખથી અમદાવાદમાં દોડશે મેટ્રો ટ્રેન, પીએમ મોદી દેખાડશે લીલીઝંડી
Array

ફાયનલી આ તારીખથી અમદાવાદમાં દોડશે મેટ્રો ટ્રેન, પીએમ મોદી દેખાડશે લીલીઝંડી

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ થયો છે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી સાડા છ કિલોમીટરના અંતર પર મેટ્રો દોડવાની છે. આ મેટ્રો રેલનું ઉદ્ઘાટન મોદી 4 માર્ચે કરે તેવી સંભાવના છે. અમદાવાદીઓને 4 માર્ચ બાદ મેટ્રોમાં બેસવાનો લ્હાવો મળશે. મોદી ગુજરાતમાં હોવાથી મેટ્રો રેલનો કાર્યક્રમ પણ સાથે ઘડાયો હોવાનું આજે નીતિનભાઈએ વિધાનસભામાં જણાવ્યું હતું. મેટ્રોના તમામ સ્ટેશનોને મેટ્રો ટ્રેનના છ કોચની ક્ષમતાને આધારે બનાવવામાં આવ્યા છે ત્યારે આવો જોઇએ મેટ્રો ટ્રેનની ટેકનિકલ ખાસિયત અને સુવિધાઓ.

અમદાવાદમાં દોડનારી મેટ્રોની વિશેષતાઓ જોઇએ તો મેટ્રો ટ્રેનની ક્ષમતા કુલ 800 પેસેન્જરની છે. 3 કોચની એક ટ્રેનની લંબાઇ 67.32 મીટર છે. જ્યારે કે મહત્તમ પહોળાઇ 2.90 મીટર છે. ટ્રેનની ઉંચાઇ 3.98 મીટર છે. જ્યારે કે ટ્રેનની સરેરાશ સ્પીડ 34 કિલોમીટર છે. પરંતુ ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેનની મહત્તમ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક છે.

ત્યારે પીક અવર્સ દરમ્યાન 1.75 મિનિટે એક ટ્રેન દોડશે. જ્યારે કે ભીડ ઓછી હોય ત્યારે દર 15 મિનિટે એક ટ્રેન દોડશે. દરેક સ્ટેશન પર ટ્રેન 30 સેકન્ડ ઉભી રહેશે. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 7 કિલોમીટરનો અન્ડરગ્રાઉન્ડ રૂટ રહેશે. જ્યારે કે અમદાવાદના મેટ્રો ટ્રેનના કુલ 34 સ્ટેશનો રહેશે. જે પૈકી 4 સ્ટેશનો અંડરગ્રાઉન્ડ છે. ટ્રેન ચલાવવા અને મેઇન્ટેન કરવા 606 એન્જિનિયરો ફરજ બજાવશે. એન્જિનિયરો સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટિંગની કામગીરી કરશે.

મેટ્રો ટ્રેનની ખાસિયતો પર નજર કરીએ તો વિશ્વની અદ્યતન ટેક્નોલોજી આધારીત ટ્રેન જીઓએ થ્રી એટલે કે ગ્રેડ ઓફ ઓટોમેશન પર દોડશે. જે પ્રમાણે ટ્રેનમાં ટ્રાઈવર નહીં હોય. પરંતુ ઈમરજન્સી પરિસ્થિતિ માટે ટ્રેનમાં સ્ટાફ મેમ્બર હાજર રહેશે. ટ્રેનની સમગ્ર બોડી સ્ટેનલેસ સ્ટીલની છે. વીજળી જવાના સંજોગોમાં લાઇટ, એસી, વેન્ટીલેશન માટે એક કલાક સુધીનો બેટરી બેકઅપ પણ ઉપલબ્ધ રહેશે.

ફૂલ્લી ઓટોમેટિક ટ્રેનમાં ઇમરજન્સી એર બ્રેકની પણ સુવિધા છે. કે જેથી ટ્રેનના વ્હીલ સ્લીપ કે સ્લાઇડ ન થાય. ટ્રેનની ડિઝાઇન પણ એવી બનાવાઇ છે કે તે અકસ્માતમાં અથડાય તો તેને ઓછું નુકસાન થાય. ટ્રાયલ રન બાદ અમદાવાદમાં આગામી દિવસોમાં મેટ્રો દોડતી થઇ જશે અને અમદાવાદીઓનું મેટ્રો ટ્રેનમાં સફર કરવાનું સપનું સાકાર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments