Tuesday, September 21, 2021
Homeફારાહ ખાન અને રોહિત શેટ્ટી પોપ્યુલર હિન્દી ફિલ્મની 'બોલિવૂડ મ્યુઝિકલ' રિમેક બનવાશે
Array

ફારાહ ખાન અને રોહિત શેટ્ટી પોપ્યુલર હિન્દી ફિલ્મની ‘બોલિવૂડ મ્યુઝિકલ’ રિમેક બનવાશે

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મમેકર ફારાહ ખાનની આગામી ફિલ્મ એક પોપ્યુલર હિન્દી ફિલ્મની રિમેક હશે. તેણે જણાવ્યું કે, આ ફિલ્મ એક મોટી ‘બોલિવૂડ મ્યુઝિકલ’ હશે. રોહિત શેટ્ટી અને ફારાહ ખાન પહેલીવાર એક ફિલ્મ બનાવવા માટે ભેગા થયાં છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી પ્રોડ્યૂસ કરશે અને ડિરેક્ટ ફારાહ ખાન કરશે.

બોલિવૂડ મ્યુઝિકલ રિમેક

ફારાહ ખાને આ ફિલ્મને લઈને જણાવ્યું કે, રોહિત અને હું બન્ને ખૂબ ઉત્સુક છીએ. અમે એક મોટી બોલિવૂડ મ્યુઝિકલ ફિલ્મ છે જે એકદમ મારા પ્રકારની જ ફિલ્મ છે. રોહિત અને હું કદાચ છેલ્લા બે એવા ફિલ્મમેકર્સ છીએ જે આ પ્રકારની મોટી એન્ટરટેઈનિંગ ફિલ્મો બનાવે છે.
સ્ક્રિપ્ટ
સ્ક્રિપ્ટને લઈને ફારાહે જણાવ્યું કે, ‘સ્ક્રિપ્ટ ઓલમોસ્ટ તૈયાર છે અમે બસ તેને પૂરી કરવા પર જ છીએ. આ એક રિમેક છે. અમે તે ઇન્ડિયન મૂવીના રાઇટ્સ ખરીદી લીધા છે.’ સૂત્રો મારફતે એવી માહિતી મળી રહી છે કે, આ ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રિમેક હશે. જોકે, આ વાતને લઈને હજુ કોઈ કન્ફર્મેશન નથી મળ્યું.
સ્ટાર કાસ્ટ
ફારાહે વધુ માહિતી આપતા કહ્યું કે, ‘રોહિતે વચન આપ્યું હતું કે તે આવશે અને ફિલ્મ માટે એક્શન સિક્વન્સને ડિરેક્ટ કરશે. મહિનાની અંદર ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ જાહેર કરવામાં આવશે.’
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments