Saturday, September 18, 2021
Homeફિચે નાણાંકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનું અનુમાન 7%થી ઘટાડીને 6.8% કર્યું
Array

ફિચે નાણાંકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનું અનુમાન 7%થી ઘટાડીને 6.8% કર્યું

નવી દિલ્હીઃ રેટિંગ એજન્સી ફિચે અગામી નાણાંકીય વર્ષ(2019-20) માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 7 ટકાથી ઘટાડીને 6.8 ટકા કરી દીધું છે. દેશની અર્થવ્યવસ્થાની ગતિ આશા પ્રમાણે ન રહેવાને કારણે ફિચે આમ કર્યું છે.

2020-21માં 7.1 ટકા વિકાસ દર રહેશેઃ ફિચ

ફિચે ચાલું નાણાંકીય વર્ષ માટે પણ દેશના ગ્રોથનું અનુમાન ઘટાડીને 7.2 ટકા કરવામાં આવ્યું છે. ગત વર્ષે 7.8 ટકાની આશા વ્યક્ત કરી છે. રેટિંગ એજન્સીએ ગ્લોબલ ઈકોનોમિક આઉટલુકમાં કહ્યું છે કે નાણાંકીય વર્ષ 2020-2021માં ભારતની જીડીપી 7.1 ટકાના દરથી વધશે. ગત વર્ષે તેનું અનુમાન 7.3 ટકાનું હતું.

ફિચનું કહેવું છે કે આરબીઆઈએ ફેબ્રુઆરીની મોનિટરી પોલિસીની સમીક્ષાની મિટિંગમાં ઉદાર વલણ અપનાવતા રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ વર્ષે આટલો જ ઘટાડો બીજો કરવામાં આવી શકે છે. ફિચના જણાવ્યા પ્રમાણે, મોંઘવારી દર નક્કી લક્ષ્યથી નીચે રહેવાને કારણે આરબીઆઈ આ નિર્ણય લઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments