ફિલીપાઈન્સમાં ચર્ચ પર આંતકી હુમલો , 2 બોમ્બ ધમાકામાં 19નાં મોત

0
44

મનીલાઃ ફિલીપાઈન્સનાં જોલો દ્વીપ પર રવિવારે સવારે એક ચર્ચમાં બે બોમ્બ વિસ્ફોટમાં 19 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં આંતકી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સ્થાનિક મીડિયાનાં જણાવ્યા પ્રમાણે મરનારા લોકોમાં સેનાનાં 5 જવાનો પણ સામેલ છે.

પહેલો બોમ્બ ધડાકો ચર્ચની અંદર થયો હતો. ત્યારબાદ આજુબાજુનાં વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ સેનાનાં જવાનો ચર્ચમાં પહોંચ્યા તેવો જ ચર્ચની બહાર ધમાકો થયો હતો.

આતંકવાદી પ્રવૃતિઓથી પ્રભાવિત છે

જોલો દ્વીપ ઘણા લાંબા સમયથી અબુ સાયફ જૂથની આંતકી પ્રવૃતિઓથી પ્રભાવિત છે. આ જૂથ સાર્વજનિક સ્થળે બોમ્બ ધડાકા, અપહરણ અને જાહેરમાં ગળુ્ં કાપવા માટે જાણીતું છે. અમેરિકા અને ફિલીપાઈન્સએ આ જૂથને આતંકી સંગઠન જાહેર કરી દીધુ છે.

અલગતાવાદીઓ વિદ્રોહને કારણે 5 દાયકામાં 1.5 લાખ લોકોનાં મોત થયા છે.

મુસ્લીમ સમુદાયનાં લોકોએ ફિલીપાઈન્સમાં  સ્વતંત્ર વિસ્તારની માંગણી કરી છે. જેનાં આધારે સમુદાય અલગતાવાદી વિદ્રોહને બંધ કરવા માંગે છે. છેલ્લા 5 દાયકામાં વિદ્રોહને કારણે 1.5 લાખથી પણ વધુ લોકોનાં મોત થયા છે. આ માંગનો જોલોનાં મતદાતાઓએ વિરોધ કર્યો છે. દ્વીપ પર રવિવારે થયેલા હુમલાઓ આ વિરોધ સાથે જ જોડાયેલા હોવાની શંકાઓ સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here