ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ સિતારાઓને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા

0
15

બોલિવૂડ ડેસ્ક: વર્ષ 2019 માટેના પદ્મ શ્રી એવોર્ડ વિજેતાઓના કુલ 112 નામ જાન્યુઆરીમાં જાહેર થયા હતા જેમાંથી 56 વિજેતાઓને આજે સન્માનિત કરવામાં આવ્યા. આ ઇવેન્ટ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી. એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી પ્રભુ દેવા, દિવંગત કાદર ખાન, શંકર મહાદેવન, મનોજ બાજપેયી અને મોહનલાલ વિશ્વનાથનના નામ વિજેતાઓના લિસ્ટમાં સામેલ છે. ફિલ્મમેકર- કોરિયોગ્રાફર પ્રભુ દેવા, મ્યુઝિક ડિરેક્ટર શંકર મહાદેવન અને એક્ટર મોહનલાલે આજે એવોર્ડ મેળવ્યો છે.

આર્ટ અને ડાન્સ
પ્રભુ દેવાને તેના આર્ટ અને ડાન્સ માટેના યોગદાન બદલ પદ્મ શ્રી એવોર્ડ મળ્યો છે. તે સાઉથની સાથે સાથે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા એક્ટિવ છે.

આર્ટ, વોકલ્સ અને ફિલ્મ
શંકર મહાદેવન નારાયણને મ્યુઝિકમાં એમના યોગદાન બદલ પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો.

સિનેમા
સાઉથ એક્ટર મોહનલાલને સિનેમા જગતના તેના યોગદાન બદલ આ પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત થયો છે. 40 વર્ષના કરિયરમાં તેમણે 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટિંગની સાથે સાથે તેઓ સિંગર અને પ્રોડ્યૂસર પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here