Sunday, September 19, 2021
Homeફિલ્મ '83'નું ધર્મશાળામાં શૂટિંગ શરૂ, 'કપિલ ડેવિલ્સ' દેખાયા અલગ અંદાજમાં
Array

ફિલ્મ ’83’નું ધર્મશાળામાં શૂટિંગ શરૂ, ‘કપિલ ડેવિલ્સ’ દેખાયા અલગ અંદાજમાં

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ’83’નું શૂટિંગ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં 3 એપ્રિલથી શરૂ થઇ ગયું છે. આ ફિલ્મ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપ માં વર્લ્ડ કપ જીત્યું હતું. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે. રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર આખી ટીમનો ફોટો શેર કરતાં લખ્યું હતું, કપિલ ડેવિલ્સ ધર્મશાળામાં આવી ગયા છે.

https://www.instagram.com/p/Bvyl0JaBSKj/?utm_source=ig_embed

સ્ટાર કાસ્ટ
ફિલ્મ માટે 14 મેમ્બરની ટીમ ફરી તૈયાર કરવામાં આવી છે.
કપિલ દેવ – રણવીર સિંહ
બલવિંદર સિંહ – એમી વિર્ક
શ્રીકાંત – જીવા
સૈયદ કિરમાણી – સાહિલ ખટ્ટર
સંદીપ પાટીલ – ચિરાગ પાટીલ
સુનિલ ગાવસ્કર – તાહિર રાજ ભસીન
મોહિંદર અમરનાથ – સાકીબ સલીમ
મદન લાલ – હાર્ડી સંધુ
સુનિલ વાલ્સન – આર બદરી
દિલિપ વેંગસરકર- આદિનાથ કોઠારે
યશપાલ શર્મા – જતીન સરના
ટીમનાં મેનેજર માન સિંહ – પંકજ ત્રિપાઠી

રિલીઝ
’83’ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે. જ્યારે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે. વર્લ્ડ કપ વખતની ટીમનાં અમુક ક્રિકેટર્સ પણ ખુદ એક્ટર્સ સાથે કામ કરી રહ્યા છે. તેમને ટ્રેનિંગ આપવા માટે કપિલ દેવ, મદન લાલ, યશપાલ શર્મા અને બલવિન્દર સિંહ ફિલ્મમાં જોડાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments