Tuesday, September 21, 2021
Homeફિલ્મ '83'માં ક્રિકેટર યશપાલ શર્માના રોલમાં 'સેક્રેડ ગેમ્સ' ફેમ 'બંટી' દેખાશે, ટીમના...
Array

ફિલ્મ ’83’માં ક્રિકેટર યશપાલ શર્માના રોલમાં ‘સેક્રેડ ગેમ્સ’ ફેમ ‘બંટી’ દેખાશે, ટીમના 14 મેમ્બરમાંથી 12 નામ જાહેર

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ’83’ની સ્ટાર કાસ્ટમાં વધુ એક એક્ટરનું નામ સામેલ થઇ ગયું છે. આ ફિલ્મ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે. હવે આ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં વધુ એક નામ સામેલ થઇ ગયું છે. ‘નેટફ્લિક્સ’ પરની ફેમસ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં ‘બંટી’નું પાત્ર ભજવનાર જતીન સરના આ ફિલ્મમાં જોડાયો છે. જતીન આ ફિલ્મમાં ક્રિકેટર યશપાલ શર્માની ભૂમિકા ભજવશે.

જતીન સરનાએ જણાવ્યું કે, ઓડિશનમાં મને પહેલાં મદન લાલ નોરોલ ઓફર કર્યો હતો પણ તે કામ ન કર્યું. પછી યશપાલનો રોલ મને મળ્યો અને તે વધુ મજેદાર છે કારણકે મોટાભાગના લોકો યશપાલની સ્ટોરી અને જર્ની નથી જાણતા.

સ્ટાર કાસ્ટ
ફિલ્મ માટે 14 મેમ્બરની ટીમ ફરી તૈયાર કરવામાં આવી છે.
કપિલ દેવ – રણવીર સિંહ
બલવિંદર સિંહ – એમી વિર્ક
શ્રીકાંત – જીવા
સૈયદ કિરમાણી – સાહિલ ખટ્ટર
સંદીપ પાટીલ – ચિરાગ પાટીલ
સુનિલ ગાવસ્કર – તાહિર રાજ ભસીન
મોહિંદર અમરનાથ – સાકીબ સલીમ
મદન લાલ – હાર્ડી સંધુ
સુનિલ વાલ્સન – આર બદરી
દિલિપ વેંગસરકર- આદિનાથ કોઠારે
યશપાલ શર્મા – જતીન સરના
ટીમનાં મેનેજર માન સિંહ – પંકજ ત્રિપાઠી

શૂટિંગ
ફિલ્મનું શૂટિંગ મે મહિનામાં સ્કોટલેન્ડ અને લંડનમાં શરૂ થશે. ફિલ્મનાં શૂટિંગનું શેડ્યૂલ 100 દિવસનું હશે.

રિલીઝ
’83’ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે. જ્યારે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે. વર્લ્ડ કપ વખતની ટીમનાં અમુક ક્રિકેટર્સ પણ ખુદ એક્ટર્સ સાથે કામ કરી રહ્યા છે. તેમને ટ્રેનિંગ આપવા માટે કપિલ દેવ, મદન લાલ, યશપાલ શર્મા અને બલવિન્દર સિંહ ફિલ્મમાં જોડાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments