ફીચર્સમાં ગાડીઓને પણ માત આપવા માર્કેટમાં આવ્યું Suzukiનું આ સ્કૂટર

0
44

જાપાનની જાણીતી કંપની સુઝુકીએ સુઝુકી એક્સેસ 125 સીબીએસ 2019 Suzuki access 125 વેરિએન્ટ લોન્ચ કરી દીધું છે. ચલો તો જાણીએ આ સ્કૂટર વિશે અને કેવા છી એના ફીચર્સ…

એન્જીન અને પાવર
એન્જીન અને પાવરની વાત કરવામાં આવે તો સુઝુકી એક્સેસ 125 cbs માં  124 સીસીનું સિંગલ સિલેન્ડર એન્જીન આપવામાં આવે છે. જે 8.4 બીએચપીનો પાવર અને 10.2 ન્યૂટન મીટરનો ટાર્ક જનરેટ કરે છે.
ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ એન્જીન વાળું આ સ્કૂટરમાઇલેજમાં પણ ખૂબ દમદાર છે અને પ્રતિ લીટરમાં 60 કિમીની દમદાર માઇલેજ આપશે. 125સીસી સેગમેન્ટમાં સુઝુકી એક્સેસ ખૂબ જાણીતું સ્કૂટર અને ખૂબ વધારે પસંદ કરવામાં આવે છે હવે જોઇએ કે લોન્ચ થયા બાદ આ સ્કૂટરને કેટલું વધારે પસંદ કરવામાં આવે છે. સીબીએસ વેરિએન્ટમાં નવા કલર્સ વિકલ્પની સાથે પણ છે.

ભારતમાં સુઝુકી એક્સેસ 125 સીબીએસની હરિફાઇ હોંડા એક્ટિવા 125થી છે જે પોતાની આકર્ષક કિંમતના કારણથી લોકોને ખૂબ પસંદ આવે છે. એટલા માટે સુઝુકી એક્સેસના નવા વેરિએન્ટની ખાસ તરીકે હોન્ડા એક્ટિવાથી હરિફાઇ છે. હોન્ડા એક્ટિવમાં 125 સીસીનું એચઇટી એન્જીન આપવામાં આવ્યું છે. જે 8.52 બીએચપીના પાવર અને 10.54 ન્યૂટન મીટરનો ટાર્ક જનરેટ કરે છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ એન્જીન વાળું આ સ્કૂટર પ્રતિ લીટરમાં 59 કિમીની દમદાર માઇલેજ આપે છે. હોન્ડા એક્ટિવાની શરૂઆતની એક્સ શોરકૂમ કિંમત 57 હજાર રૂપિયા છે.

સીબીએસ
સીબીએસ ફીચર સ્કૂટરને જલ્દી રોકવામાં મદદ કરે છે અને કેવર લેફ્ટ બ્રેક લીવરથી આગળ અને પાછળ જેનવાથી બંને બ્રેક સાથે લાગે છે. સીબીએસની સાથે ફ્રંટ બ્રેક્ને સીધા બ્રેક લીવર દ્વરા અલગથી પણ ઉપયોગ કરી શકાય છે.

કિંમતની વાત કરવામાં આવે તો આ લ્કૂટરની એક્સ શોરૂમ કિંમત લગભગ સુઝુકી એક્સેસ 125 સીબીએસની એક્સ શોરૂમ કિંમત લગભગ 56,667 રૂપિયા છે જે પહેલા વાળા મોડલની સરખામણીએ વધારે છે. Access 125  સૌથી હલકું સ્કૂટર છે. જેનું વજન 101 કિલો છે. આ સ્કૂટરમાં ડિજીટલ મીટર, એલોય વ્હીલ, વન પુશ સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ અને લાંબી સીટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here