ફૂટબોલ : બાર્સેલોનાએ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વખત રીયલને ઘર આંગણે સતત ચાર મેચમાં હરાવી

0
50

સ્પોર્ટ્સ ડેસ્ક. સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોનાએ લા લિગામાં શનિવાર રાત્રે રમાયેલી મેચમાં રીયલ મેડ્રિડને 1-0થી હરાવ્યું. મેચની 26મી મિનિટે રોકિટિચે વિજયી ગોલ કર્યો હતો. બાર્સેલોનાએ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વખત રીયલને તેમના મેદાન પર સતત ચાર મેચમાં હરાવી. બાર્સેલોનાએ ચાર દિવસમાં બીજી વખત રીયલ મેડ્રિડ સામે જીત મેળવી હતી.

બુધવારે કોપા ડેલ રેની સેમિફાઇનલના બીજા લેગમાં બાર્સેલોનાએ 3-0થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. લા લિગામાં બાર્સેલોનાની ટીમે હાલ સુધી રમાયેલી 26 મેચમાં 18માં જીત મેળવી છે. 6 મેચ ડ્રો રહી છે જ્યારે બે મેચમાં ટીમને હાર મળી છે. ટીમ 60 પોઇન્ટની સાથે નંબર-1 પર છે. એટલેટિકો મેડ્રિડ 50 પોઇન્ટની સાથે બીજા અને જ્યારે રીયલ મેડ્રિડ 48 પોઇન્ટની સાથે ત્રીજા ક્રમે છે.

15 વર્ષ પછી ઘરમાં રીયલ મેડ્રીડની સતત ત્રીજી હાર

25 વખત લા લિગાનું ટાઇટલ જીતી ચૂકેલા બાર્સેલોનાની ટીમે આખી મેચમાં સારી રમત રમી. રોકિટિચે છ મહિના પછી ટૂર્નામેન્ટમાં ગોલ કરીને જીત અપાવી.પહેલા હાફની છેલ્લી મિનિટમાં રીયલના રેમોસેએ બાર્સેલોનાના કેપ્ટન લિયોનલ મેસ્સીને ધક્કો માર્યા પછી બન્ને ખેલાડીઓની વચ્ચે ટકરાવ થયો હતો. રીયલ તરફથી લુકા મોડ્રિચ અને કરીમ બેન્ઝેમાએ ગોલ કરવાની તક ગુમાવી.
ટૂર્નામેન્ટમાં મેસ્સી 25 ગોલની સાથે ટોપ પર ચાલી રહ્યો છે. તેમણે 11 ગોલ આસિસ્ટ પણ કર્યા છે. બાર્સેલોનાનો સુઆરેઝ 16 ગોલની સાથે નંબર-2 પર છે. રીયલ 15 લર્ષ પછી ઘરે સતત ત્રીજી મેચ હાર્યું છે.
સર્જિયો રેમોસે મેસ્સીને કોણી મારી, બન્ને ખેલાડી મેદાન પર લડ્યા
મેચની 42મી મિનિટમાં રીયલ મેડ્રિડના રેમોસએ બાર્સેલોનાના કેપ્ટન મેસ્સીને કોણી મારી. આ પછી બન્ને ખેલાડી મેદાન પર ઝઘડી પડયા. રેમોસ પર ખરાબ વ્યવહારના કારણે ચેમ્પિયન્સ લીગમાં બે મેચનો બેન પહેલાં જ લાગી ચૂક્યો છે.
લીગ-1 : પીએસજી તરફથી એમ્બાપેના 50 ગોલ, ટીમને 23મી જીત મળી
ફ્રાન્સના ફૂટબોલ ખેલાડી કિલિયન એમ્બાપેએ પેરિસ સેન્ટ જર્મન(પીએસજી) તરફથી પોતાના 50 ગોલ પૂરા કર્યા છે. લીગ-1ની પોતાની 26મી મેચમાં પીએસજીએ કેનને 2-1થી હરાવ્યું છે. બન્ને ગોલ એમ્બાપેએ કર્યા. એમ્બાપેના આની સાથે જ પીએસજી તરફથી તમામ ટૂર્નામેન્ટમાં 50 ગોલ થયા. 76મી મેચમાં તેમણે આ કારનામો કર્યો. લીગ-1માં એમ્બાપેના કુલ 24 ગોલ થયા છે. પીએસજીની આ 23મી જીત છે. ટીમ 71 પોઇન્ટની સાથે ટોપ પર છે. બીજા નંબરની લિલિ(51)થી 20 પોઇન્ટ આગળ છે.
ઇપીએલ : માન્ચેસ્ટર સિટી ફરી નંબર-1 પર પહોંચી, બોર્નમાઉથને હરાવ્યું
ઇંગ્લિશ પ્રીમિયર લીગ(ઇપીએલ)માં માન્ચેસ્ટર સિટી 23મી જીતની સાથે નંબર-1 પર પહોંચી ગયું છે. સિટીએ પોતાની 26મી મેચમાં બોર્નમાઉથને 1-0થી હરાવ્યું. ટીમ તરફથી એકમાત્ર ગોલ 26મી મિનિટમાં રેયાદ મેહરેજે કર્યો. મેહરેજનો આ સીઝનમાં 11મો ગોલ છે. સિટીના હવે 71 પોઇન્ટ છે. એક બીજી મેચમાં માન્ચેસ્ટર યુનાઇટેડ સાઉથમ્પટનને 3-2થી હરાવ્યું. હાફ ટાઇમ સુધી યુનાઇટેડની ટીમ 1-0થી પાછળ હતી. બીજા હાફમાં લુકાકૂએ બે ગોલ કરીને જીત અપાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here