Sunday, October 24, 2021
Homeફૂટબોલ : બાર્સેલોના સતત છઠ્ઠીવાર કોપા ડોલરેની ફાઇનલમાં, રિયલ મેડ્રિડને 3-0થી હરાવ્યું
Array

ફૂટબોલ : બાર્સેલોના સતત છઠ્ઠીવાર કોપા ડોલરેની ફાઇનલમાં, રિયલ મેડ્રિડને 3-0થી હરાવ્યું

સ્પોર્ટ્સ ડેસ્ક. સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના સતત છઠ્ઠી વખત કોપા ડેલ રે(સ્પેનિશ કપ)ની ફાઇનલમાં પહોંચ્યું છે. આવું કરવાવાળી તે પહેલી ટીમ છે. ગત સતત 4 વખત ડિફેન્ડિંગ ચેમ્પિયન બાર્સેલોનાએ રિયલ મેડ્રિડ ક્લબને બીજા લેગમાં 3-0થી હરાવ્યું. મેડ્રિડના સેંટિયાગો બર્નબેઉ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બાર્સેલોનાના લુઇસ સુઆરેઝે બે ગોલ કર્યા જ્યારે એક ઓન ગોલ થયો. આ બાર્સેલોનાની 93 વર્ષમાં રિયલ મેડ્રિડના ઘરઆંગણે સૌથી મોટી જીત છે. રિયલને તેના ઘરઆંગણાના મેદાન પર સૌથી વધારે ગોલથી હરાવ્યું. આ પહેલાં 1926માં બાર્સેલોનાએ મેડ્રિડને તેના ઘરેલુ મેદાન પર 5-1થી હરાવ્યું હતું. બુધવાર રાતે રમાયેલી મેચ 274મી અલ ક્લાસિકો હતી. બાર્સેલોના અને રિયલ મેડ્રિડની મેચને અલ ક્લાસિકો કહેવામાં આવે છે. બાર્સેલોનાએ 114મી અલ ક્લાસિકો જીતી.

બાર્સેલોનાની 93 વર્ષમાં રિયલના ઘરઆંગણે મોટી જીત

બાર્સેલોના અને રિયલ મેડ્રિડની વચ્ચે પહેલો લેગ 1-1થી ડ્રો રહ્યો હતો. કોપા ડેલ રેની ફાઇનલ 25 મેએ રમાશે. અહિયાં બાર્સેલોના રિયલ બેટિસ અથવા વેલેન્સિયામાંથી કોઇ એકની સામે રમશે. બેટિસ અને વેલેન્સિયાનો પહેલો લેગ 2-2થી ડ્રો રહ્યો હતો.
મેચમાં રિયલ મેડ્રિડે 14 શોટ ટાર્ગેટ પર લગાવ્યા. પરંતુ એક પણ ગોલ કરી શકી નથી. જ્યારે, બાર્સેલોનાએ માત્ર 4 શોટ જ ટાર્ગેટ પર લગાવ્યા અને બે ગોલ કર્યા. સુઆરેઝે 50મી મિનિટમાં ઓસમાને ડેમ્બેલેને ક્રોસ પર પહેલો ગોલ કર્યો. તેમણે બીજો ગોલ 73મી મિનિટમાં પેનલ્ટીમાં કર્યો. સુઆરેઝે હાલની સિઝનમાં 19 ગોલ કર્યા છે. આમાં સૌથી વધારે 11 ગોલ રિયલની સામે કર્યા છે. રિયલ મેડ્રિડના રાફેલ વરાનેએ 69મી મિનિટમાં ઓન ગોલ કર્યો હતો.
ઇંગ્લિશ પ્રીમિયર લીગ : માન્ચેસ્ટર યુનાઇટેડે 117 વર્ષમાં પહેલી વખત સતત 8 મેચ જીતી
ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) ફૂટબોલમાં માનચેસ્ટર યૂનાઇટેડે ક્રિસ્ટલ પેલેસને 3-1થી હરાવ્યું. માન્ચેસ્ટર યુનાઇટેડે હાલની સિઝનની તમામ ટુર્નામેન્ટમાં વિરોધી ટીમના સ્ટેડિયમ પર યોજાયેલી આઠ મેચ જીતી છે. યૂનાઇટેડે પોતાના 117 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત સતત 8 મેચ સામેની ટીમના ઘરઆંગણે જીતી છે. ક્રિસ્ટલ પેલેસના હોમગ્રાઉન્ડ પર માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી રોમેલુ લુકાકુએ 33મી, 52મી અને એશ્લે યંગે 83મી મિનિટમાં ગોલ કર્યો.
લિવરપૂલે વોટફોર્ડને 5-0થી હરાવ્યું : લિવરપૂલે વોટફોર્ડને 5-0થી હરાવ્યું. લિવરપૂલ તરફથી સે સાડિયો માનેએ નવમી, 20મી મિનિટ, ડિવોક ઓરિગીએ 66મી મિનિટ,વર્ડિલ વાન ડિકે 79મી, 82મી મિનિટે ગોલ કર્યો.
છેલ્લી 10 સિઝનમાં 6 વખત બાર્સેલોનાએ રિયલને 3થી વધારે ગોલથી હરાવ્યું છે. બાર્સેલોના કોપાડેલ રેમાં 30 વખત ચેમ્પિયન બન્યું છે. સૌથી વધારે ટાઇટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે, ગત 11માંથી 9 વખત ફાઇનલમાં પહોંચ્યું છે.
માન્ચેસ્ટર સિટીની વેસ્ટ હામ પર સતત સાતમી જીત
ડિફેન્ડિંગ ચેમ્પિયન માન્ચેસ્ટ સિટીએ વેસ્ટ હામને 1-0થી હરાવ્યું. તેમના તરફથી સર્જિયો એગુએરોએ 59મી મિનિટમાં પેનલ્ટીમાં ગોલ કર્યો. સિટીએ વેસ્ટહામ સામે સતત સાતમીને ઘરેલું મેદાન પર 16મી જીત મેળવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments