Tuesday, September 21, 2021
Home'ફૂલી નંબર 1'ની રિમેકમાં વરુણ ધવન સાથે લીડ પેરમાં સારા અલી ખાન...
Array

‘ફૂલી નંબર 1’ની રિમેકમાં વરુણ ધવન સાથે લીડ પેરમાં સારા અલી ખાન દેખાશે

બોલિવૂડ ડેસ્ક: ગોવિંદા અને કરિશ્મા કપૂર સ્ટારર ‘ફૂલી નંબર 1’ની રિમેકમાં વરુણ ધવન સાથે સારા અલી ખાન જોવા મળશે. આ વાતને ફિલ્મના રાઇટર ફરહાદ સામજીએ કન્ફર્મ કરી છે. ફરહાદે જણાવ્યું કે, હું ખૂબ ખુશ છું કે ‘સિમ્બા’ની સફળતા બાદ હું ફરી સારા સાથે કામ કરવાનો છું. ફરહાદ અને સાજીદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા લેખક- ડિરેક્ટર છે. ફરહાદે ‘દિલવાલે’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘હાઉસફુલ 3’, ‘જુડવા 2’, ‘સિમ્બા’ જેવી અનેક ફિલ્મોના સ્ક્રીન પ્લે અને ડાયલોગ લખ્યા છે.

1995માં આવેલી હિન્દી ફિલ્મ ‘ફૂલી નંબર 1’માં ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી હતી, જે 1991માં આવેલી એ જ નામની તેલુગુ રિમેક હતી. આ ફિલ્મ વરુણના પિતા ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી. ‘મૈં તેરા હીરો’ અને ‘જુડવા 2’ બાદ ડેવિડ અને વરુણ ધવન ત્રીજી ફિલ્મ સાથે કરી રહ્યા છે. જ્યારે સલમાન ખાનની ‘જુડવા’ની રિમેક બાદ વરુણની આ બીજી રિમેક ફિલ્મ હશે. ફિલ્મમાં એક્ટ્રેસ માટે આલિયા ભટ્ટ અને સારા અલી ખાનનું નામ સૌથી ઉપર હતું. જોકે, વરુણે અગાઉ જ કહ્યું હતું કે, હું આલિયા સાથે હમણાં કોઈ જ ફિલ્મ નથી કરવાનો કારણકે અમે ઘણી બધી ફિલ્મો સાથે કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments