ફેડરર-હાલેપ સહિત છેલ્લા વર્ષનાં ચારેય ફાઈનાલિસ્ટ અંતિમ-8માં પણ ન પહોંચ્યા

0
35

સ્પોર્ટસ્ ડેસ્કઃ વર્ષનાં પહેલા ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલની મેચ નક્કી થઈ ગઈ છે. જો કે પુરુષ અને મહિલા સિંગલ્સમાં વર્લ્ડ રેંકિંગનાં ટોપ-5માંથી 4 ખેલાડીઓ બહાર થઈ ચુક્યા છે. આટલું જ નહિ, આ વખતે અંતિમ-8ની ટૂર્નામેન્ટમાં ચારેય ફાઈનાલિસ્ટ જગ્યા બનાવી શક્યા ન હતા. 2018માં સ્વિટ્ઝરલેન્ડનાં રોજર ફેડરર અને ક્રોએશિયાનાં મારિન સિલિક વચ્ચે મેન્સ સિંગલ્સ, જ્યારે ડેનમાર્કની કૈરોલિન વોજ્નિયાકી અને રોમાનિયાની સિમોના હાલેપ વ્ચ્ચે વુમેન્સ સિંગલ્સ ફાઈનલ રમાઈ હતી. આ વખતે આ ચારેય પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જ બહાર થઈ ગયા હતા.

ચાર વર્ષ બાદ છેલ્લી મેચનો કોઈ ફાઈનાલિસ્ટ આ વખતની ટૂર્નામેન્ટમાં નહિ પહોંચી શકે

મેન્સ સિંગલ્સમાં ચાર વર્ષ બાદ છેલ્લી મેચનો કોઈ ફાઈનાલિસ્ટ આ વખતની ટૂર્નામેન્ટમાં નહિ પહોંચી શકે. 2014માં રાફેલ નડાલ અને સ્ટેન વાવરિંકા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. ત્યારે વાવરિંકા ચેમ્પિયન બન્યા હતા. ગત વર્ષે આ બન્ને ખેલાડીઓ ફાઈનલમાં પહોંચી શક્યા ન હતા. 2015માં જોકોવિચે મરેને હરાવીને ખિતાબ જીત્યો હતો. 2016માં જોકોવિચ-મરે અને 2017માં ફેડરર-નડાલ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી.

વુમેન્સ સિંગલ્સની વાત કરવામાં આવે તો ગત વર્ષે બન્ને ફાઈનાલિસ્ટ નવા હતા. 2017માં સેરેના વિલિયમ્સ અને વીનસ વિલિયમ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં સેરેના જીતી હતી. 2018માં બન્ને બહેનોમાંથી એક પણ ફાઈનલમાં પહોંચી શકી ન હતી.

મેન્સ સિંગલ્સમાં સ્પેનનાં બે ખેલાડીઓ અંતિમ-8માં પહોંચ્યા

આ વખતે મેન્સ સિંગલ્સના ક્વાર્ટર ફાઈનલમાં સ્પેનનાં રાફેલ નડાલ, સર્બિયાનાં નોવાક જોકોવિચ, અમેરિકાનાં ફ્રાંસિસ ટાઈફોઈ, સ્પેનનાં રોબર્ટો અગુટ, ગ્રીસનાં સ્ટેફાનો સિતસિપાસ, જાપાનનાં કેઈ નિશિકોરી, ફ્રાંસનાં લુકાસ પાઉલી અને કેનેડાનાં મિલોસ રાઉનિક પહોંચ્યા. જો કે નડાલે ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાંસિસ ટાઈફોઈને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.

વુમેન્સ સિંગલ ક્વાર્ટર ફાઈનલમાં અમેરિકા અને ચેક ગણરાજ્યની બે મહિલા ખેલાડી

વુમેન્સ સિંગલ્સમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ, ચેક ગણરાજ્યની કૈરોલિન પ્લિસ્કોવા, જાપાનની નાઓમી ઓકાસા, યુક્રેની એલિન સ્વિતોલિના, ચેક ગણરાજ્યની પેત્રા, ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી, રશિયાની અનસ્તાસિયા પાવલિયોચેન્કોવા અને અમેરિકાની ડેનિએલ કોલિંસ પહોંચી હતી. જો કે કોલિંસે પાવલિયોચેન્કોવા અને ક્વિતોવાએ બાર્ટીની ટૂર્નામેંટમાં અભિયાન પુરુ કરી દીધુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here