ફેનીએ પોતાની અસર દેખાડવાનું કર્યુ શરૂ, 8 લાખ લોકોનું સ્થળાંતર

0
0

આંધ્રપ્રદેશમાં ‘ફેની’એ દસ્તક આપી દીધી છે, ત્યાંના તટીય જિલ્લાના શ્રીકાકુલમના એક ગામમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. તમને જણાવી દઇએ કે, આ આંધ્રના અન્ય ત્રણ ક્ષેત્રો ગોદાવરી, વિશાખાપટ્ટનમ, વિજયનગરમમાંથી એક છે જ્યાં ચક્રવતી વાવાઝોડું ફેનીને લઇને એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ. આધ્રંપ્રદેશની NDRFvr ટીમ Cyclone Faniને લઇને ઇચાકપુરમ, શ્રીકાકુલમ પહોંચી ગઇ છે. ભારતીય એરપોર્ટ ઑથોરિટીએ તટીય વિસ્તારોમાં એલર્ટ જારી કરીને તમામ પ્રકારની સાવધાનીઓ અને સર્ચ ઑપરેશનને તરત જ લાગૂ કરવામાં આવે તે માટે નિર્દેશ કરવામાં આવ્યો છે.

ભુવનેશ્વર હવામાન વિભાગના અધિકારી અનુસાર, આજે ઓડિશામાં દક્ષિણ તટીય વિસ્તાર અને આંતરિક  ઓડિશાની આસપાસના વિસ્તારોમાં ભારે અથવા તો અધિક માત્રામાં વરસાદ આવી શકે છે. તેમણે કહ્યુ કે, કાલે 11 તટીય વિસ્તારોની સાથે સાથે આતરિંક જિલ્લામાં ભારે વરસાદ થશે. દક્ષિણ પૂર્વ રેલ્વે 2 અથવા વિશેષ ટ્રેન પૂરીથી આજે બપોરે 3 અને 6 વાગે હાવડા માટે શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપ ભુવનેશ્વર, કટક, જાજપુર, કેંદુઝર રોડ, ભદ્રક, બાલાસોર અને ખડગપુર હશે.

5 રાજ્યોના કિનારા વિસ્તારો ખાલી કરાયા:

હવામાન વિભાગે ઓરિસ્સા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, પુડુચેરીના દરિયા કિનારના વિસ્તારોને ખાલી કરવાનું સૂચન કર્યું છે. ત્યાર પછી લોકોને સલામત જગ્યાઓ પર મોકલાઈ રહ્યા છે. કેન્દ્રે દરિયા કિનારાનાં રાજ્યોને 485 કરોડ રૂપિયાનું નવું ઈમર્જન્સી ફન્ડ આપ્યું છે, આ પહેલા મંગળવારે 1086 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું. ફેનીને ગયા વર્ષે આવેલા તિતલી અને ગાઝા તોફાન કરતાં વધુ ખતરનાક મનાઈ રહ્યું છે. બંનેમાં 80 લોકોનાં મોત થયાં હતાં.

તમિલનાડુ, કેરળ, પુડુચેરીમાં પણ એલર્ટ, દરિયાકિનારે ઉછળશે ઉંચા મોજાં:

સૈન્ય અને વાયુદળના નજીકના યુનિટ્સને પણ સ્ટેન્ડબાય પર રખાયાં છે. એનડીઆરએફે 41 ટીમોને દરિયાકિનારાનાં રાજ્યોમાં મોકલી છે. અહીં 880 રાહત કેમ્પ બનાવાયા છે. એકમાં એક હજાર લોકો રોકાઈ શકે છે.હવામાન વિભાગે ઓરિસ્સામાં યલો વોર્નિંગ જાહેર કરી છે. રાજ્યમાં ગુરુવારે જ સ્કૂલ અને કોલેજોમાં રજા આપી દેવાઈ છે. પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે. માછીમારોને બંગાળની ખાડીમાં જતા અટકાવાયા છે.ચૂંટણીપંચે ઓરિસ્સાના 11 જિલ્લામાંથી આચારસંહિતા હટાવી લીધી છે, બચાવકાર્યમાં કોઈ તકલીફ ન આવે. કિનારાના જિલ્લાઓથી ઈવીએમને સલામત જગ્યાઓ પર પહોંચાડાઈ રહ્યાં છે.

ટ્રેનો રદ્દ કરાઇ:

ઓરિસ્સાના ભદ્રક અને આંઘ્ર પ્રદેશની વિજયનગરમ વચ્ચે રેલવે સેવા રોકી દેવામાં આવી છે. આ સિવાય ભુવનેશ્વરી અને પુરી તરફ જતી ટ્રેનોને ગુરુવારે એટલે કે 2 મે સાંજથી રોકી દેવામાં આવી છે. ઈસ્ટ કોસ્ટ એક્સપ્રેસ અને કોરોમંડલ એક્સપ્રેસ 2મેથી હાવડાથી નહીં ચાલે. તે સિવાય હાવડાથી પુરી માટે જતી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. બેંગલુરુ, ચેન્નાઈ અને સિંકદરાબાદની ગાડીઓને પણ હાવડા સુધી રદ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here