ફેબ્રુઆરીથી વડોદરાના લાલબાગ ટ્રેનિંગ સેન્ટરમાં બુલેટ ટ્રેનનો ટ્રેક બનશે

0
49

વડોદરા: શહેરમાં લાલબાગ ખાતે બની રહેલા બુલેટ ટ્રેનના ટ્રેનિંગ સેન્ટરમાં ફેબ્રુઆરી મહિનાથી ટ્રેક બનવાની કામગીરી શરૂ થશે. જે આગામી 15 દિવસમાં પૂરી થશે. આ ટ્રેક જમીનથી ઉપર નહીં પરંતુ જમીન પર જ બનશે.જે અંગે બાકીને બે કન્સાઇનમેન્ટ મુંબઇ ખાતે આવ્યાં છે. ફેબ્રુઆરીમાં અત્રે લ‌ાવવામાં આવશે. બુલેટ ટ્રેનના અધિકારી મુજબ સિક્યુરિટી કારણોથી અત્રે લાવ્યા નથી.

હોસ્ટેલ તૈયાર થયા બાદ તેના પર સેમ્યુલેટર મૂકવામાં આવશે. જે અંદાજે 68 ફૂટ ઉપર હશે. પરંતુ બુલેટ ટ્રેન માટે ટ્રેનિંગ આપવા અને ટ્રેક કેવો હોય છે તે અંગે જાણકારી આપવા 50 મીટર સીધો અને 50 મીટર કર્વવાળો ટ્રેક બનાવવાનો છે. જે અંગે એક કન્સાઇનમેન્ટ લાલબાગ ખાતે આવ્યું છે. જ્યારે બીજાં બે કન્સાઇનમેન્ટમાં ઇક્વિપમેન્ટ અને મશીનરી આવ્યાં છે . જે હાલ મુંબઇ ખાતે છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારી મુજબ આ બંને કન્સાઇનમેન્ટને ગાર્ડ કરીને અત્રે લાવવાં પડે તેમ છે. પરંતુ અત્રે સિક્યુરિટીનો પ્રશ્ન હોવાથી હમણાં નહીં લવાય. ફેબ્રુઆરીમાં જાપાનથી આવેલી વસ્તુઓ મૂકાશે .જે 15 દિવસમાં તૈયાર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here