ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન ઘટીને 97,247 કરોડ રૂપિયા થયું, 28 ફેબ્રુ.સુધીમાં 73.48 લાખ રિટર્ન ભરાયા

0
17

નવી દિલ્હીઃ GST(ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કલેક્શન ફેબ્રુઆરીમાં ઘટીને 97,247 કરોડ રૂપિયા થયું છે. જાન્યુઆરી માં આ આંકડો 1.02 લાખ કરોડ રૂપિયા હતો. 28 ફેબ્રુઆરી સુધીમાં જાન્યુઆરીના ભરાયેલા સેલ્સ રિટર્નની સંખ્યા 73.48 લાખ હતી.

ઈન્ટીગ્રેટેડ જીએસટી કલેક્શન 46,953 કરોડ રૂપિયા રહ્યું હતું

ફેબ્રુઆરીમાં કલેક્ટ કરવામાં આવેલી ટોટલ ગ્રોસ જીએસટી રેવન્યુ 97,247 કરોડ રૂપિયા રહી હતી. તેમાં સેન્ટ્રલ જીએસટીનું કલેક્શન 17,626 કરોડ રૂપિયા રહ્યું હતું. સ્ટેટ જીએસટી કલેક્શન 24,192 કરોડ રૂપિયા રહ્યું હતું. જયારે ઈન્ટીગ્રેટેડ જીએસટી કલેક્શન 46,953 કરોડ રૂપિયા રહ્યું હતું. આ સિવાય સેસનું કલેક્શન 8,476 કરોડ રૂપિયા રહ્યું હતું.
આ વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં ટોટલ જીએસટી ક્લેકશન 10.70 લાખ કરોડ રૂપિયા થયું છે. ઉલ્લેખનીય છે કે સરકારે ચાલુ વર્ષ માટેનો જીએસટી કલેક્શનનો ટાર્ગેટ 13.71 લાખ કરોડથી ઘટાડીને 11.47 લાખ કરોડ રૂપિયા કર્યો છે. જોકે અગામી વર્ષ 2019-20 માટે જીએસટી કલેક્શનનો ટાર્ગેટ 13.71 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here