ફેમ યોજના દ્વારા ઈલેક્ટ્રિક વાહનોમાં રોકાણ વધશે

0
80

 ફેમ-2 યોજનાને સરકારે મંજૂરી આપતા ઈલેક્ટ્રીક વાહનોમાં રોકાણ વધવાનો આશાવાદ ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીએ વ્યક્ત કર્યો છે. મંજૂરીને લીધે ઈલેક્ટ્રીક વાહન સેગમેન્ટ વધુ સ્પષ્ટ બન્યુ છે. તેના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના પ્રેસિડન્ટ રાજન વઢેરાએ જણાવ્યુ છે કે, યોજના દેશમાં ઈલેક્ટ્રીક વાહન રજૂ કરતી ઓટો ઈન્ડસ્ટ્રી માટે લાભદાયક નીવડશે. ઈન્ડસ્ટ્રી બે વર્ષથી નીતિના અમલની રાહ જોઈ રહી હતી. ઓટો ઈન્ડસ્ટ્રી સાથે તેના કમ્પોનન્ટ ઉદ્યોગને પણ વેગ મળશે. ફેમ-2 યોજના ઈલેક્ટ્રીક વાહનોના સેગમેન્ટમાં કંપનીઓને રોકાણ માટે પ્રોત્સાહિત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here