Monday, October 25, 2021
Homeફેસબુક-ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર ચાલી રહેલા ટેન યર ચેલેન્જ તમારી પ્રાઇવસી સાથે...
Array

ફેસબુક-ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર ચાલી રહેલા ટેન યર ચેલેન્જ તમારી પ્રાઇવસી સાથે સોદો તો નથી ને….

સોશિયલ મીડિયા અને ખાસ કરીને ફેસબુક પર ચાલી રહેલા ટેન યર ચેલેન્જમાં યુઝર્સ પોતાના 10 વર્ષ જૂના ફોટા અને વર્તમાન ફોટાને એક સાથે શેર કરી રહ્યા છે. અત્યાર સુધી આશરે 50 લાખથી વધુ યુઝર્સ પોતાની જૂની તસ્વીર શેર કરી ચુક્યા છે. જેમાં સામાન્ય માણસથી લઇને ઘણી જાણીતી હસ્તીઓ પણ સામેલ છે. પરંતુ હવે સવાલ ઉભો થયો છે કે ક્યાંક આ ડેટા કલેકટ કરવાની નવી તરકીબ તો નથી ને.

ફેસબુક-ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર હાલ હેશટેગ ટેન યર ચેલેન્જ નામથી એક ગતકડું ચાલી રહ્યું છે. પરંતુ હવે સવાલો ઉભો થયો છે કે શું આ ચેલેન્જને ફેસબુકે એટલે શરૂ કરી કે જેથી લોકોના ડેટા એકઠાં કરી શકાય અને તેનો ઉપયોગ ફેસિયલ રિક્ગનાઇઝેશન અલ્ગોરિધમને શ્રેષ્ઠ બનાવવામાં કરી શકાય.  ટેક જર્નાલિસ્ટ કેટ ઓ-નીલે વાયર્ડ ડોટ કોમ પર એક આર્ટિકલ લખ્યો. જેમાં તેમણે આ ચેનલની મદદથી લોકોની પ્રાઇવસી સાથે સોદો થઇ રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરી.

કેટ ઓ-નીલે કહ્યું કે આ ચેલેન્જ ફેસબુકના તે આઇ મેકેનિઝમ માટે લર્નિગનો ભાગ છે કે જે ચહેરાને ઓળખે છે. કેટે લખ્યું, ફેસબુકના #10YearChallengeમાં લોકો પોતાની તસવીરની સાથે વર્ષ પણ લખી રહ્યા છે. જેમ કે, Me in 2008 અને Me in 2018.  આ સિવાય કેટલાંક યૂઝર્સ પોતાના ફોટોગ્રાફની લોકેશન પણ જણાવી રહ્યા છે, જેનાથી એક ચેલેન્જની મદદથી એક મોટો ડેટા તૈયાર થઇ ગયો છે કે, લોકો 10 વર્ષ પહેલાં અને હવે કેવા દેખાય છે. આ ડેટાનો ઉપયોગ ફેસિયલ રિકોગ્નિશન અલ્ગોરિધમને ટ્રેન્ડ કરવામાં કરી શકાય છે.

જો કે ફેસબુકે ટેન યર ચેલેન્જને લઇને ઉભા થયેલા સંશય પર સ્પષ્ટતા કરી છે. અને આ દાવાઓને નકાર્યા છે. ફેસબુકે આ ચેલેન્જને યુઝર જનરેટેડ મીમ ગણાવ્યું. ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે આ મીમ સાથે ફેસબુકને કંઇ પણ લેવા દેવા નથી. અને આ યુઝર જનરેટેડ મીમ છે. જે પોતાની મેળે વાયરલ થયું છે. તેમણે કહ્યું કે ફેસબુકે આ ટ્રેન્ડની શરૂઆત નથી કરી અને મીમમાં ઉપયોગ કરાયેલી તસવીરો પહેલાથી ફેસબુકમાં ઉપલબ્ધ છે. ફેસબુકને આ મીમમાંથી કંઇ પણ નથી મળી રહ્યું. ફેસબુક યુઝર્સ ફેશિયલ રિકોગ્નિશનને પોતાની મેળે ક્યારેય ફણ ઓન અને ઓફ કરી શકે છે.

જો માની પણ લઇ કે મીમ સોશિયલ એન્જિનિયરિંગનો પાર્ટ નથી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી વખત આવી ગેમ્સ અને મીમ્સનો ઉપયોગ  લોકોનો ડેટા કાઢવા માટે કરવામાં આવી ચુક્યો છે. જેમાં કેમ્બ્રિજ એનાલિટીકાનો મામલો સૌથી મોટો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments