Thursday, October 21, 2021
Homeફેસબુક સહિતના ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સેની નવી ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની તૈયારી
Array

ફેસબુક સહિતના ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સેની નવી ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની તૈયારી

સાન ફ્રાન્સિસ્કો : વિશ્વની જાણીતી ઈન્ટરનેટ મેસેજિંગ કંપનીઓ ફેસબુક, ટેલિગ્રામ અને સિંગનલ નવી ક્રેપ્ટોકરન્સીને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. નવી ક્રિપ્ટોકરન્સી અગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે. તેના માધ્યમથી યુઝર્સ તેમના મેસેજિંગ સિસ્ટમ્સ પર ઉપલબ્ધ કોનટેક્સને પૈસા મોકલાવી શકશે. આ પૈસા ઈન્ટરનેશનલ બોર્ડરની પેલી પાર પણ મોકલાવી શકાશે. હાલ આ પ્રકારની સુવિધા વિનમો કે પેપેલમાં ઉપલબ્ધ છે.

300 મિલિયન યુઝર્સ ધરાવનાર ટેલિગ્રામે પણ તૈયારીઓ શરૂ કરી

આ પ્રોજેકટ હાલ ફેસબુકમાં ચાલી રહ્યો છે. હાલ ફેસબુક જે વોટ્સઅપની માલિકી પણ ધરાવે છે, તે તેના યુઝર્સ કઈ રીતે તેમના મિત્રો અને સબંધીઓને સિક્કા મોકલાવી શકશે તેની પર કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અંગેની માહિતી આપનાર પાંચ વ્યક્તિઓએ કોન્ટ્રાકટ સાઈન કર્યો હોવાના પગલે તેમના નામ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.
સમગ્ર વિશ્વમાં 300 મિલિયન યુઝર્સ ધરાવનાર ટેલિગ્રામ પણ હાલ ડિજિટલ કોઈન પર કામ કરી રહ્યું છે. સિગ્નલ કે જે એનસ્ક્રીપ્ટેડ મેસેજ માટે ટેકનોલોજીસ્ટો અને પ્રાઈવસી એડવોકેટ્સોમાં સ્થાન ધરાવે છે, તે પણ હાલ આ કોઈન પર કામ કરી રહી છે. આ સિવાય કોરિયા અને જાપાનમાં જાણીતી કાકો અને લાઈન એપ્લિકેશન પણ ડિજિટલ કોઈન પર કામ કરી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments