અમદાવાદ, તા. 21 માર્ચ 2018, બુધવાર જ્યારે પણ કોઇ ફંક્શનમાં નવો ડ્રેસ પહેરીએ છીએ ત્યારે તેના મેચિંગમાં જ્વેલરી પણ પહેરવામાં આવે છે. જેમાં નેકલેસ વગર મેકઅપ અધૂરો રહે છે. આજકાલ મોટાભાગની છોકરીઓને હેવી જ્વેલરી પહેરવી ગમતી નથી. એટલા માટે બીડ્સ નેકલેસ હાલમાં વધુ ડિમાન્ડમાં આવી ગયા છે. માર્કેટમાં કેટલાય રંગોમાં બીડ્સ નેકલેસ ઉપલબ્ધ હોય છે.
તેને પોતાની ડ્રેસના મેચિંગ અનુસાર પહેરીને આકર્ષક લુક મેળવી શકો છો. ફેશન એક્સેસરીઝમાં હાલના સમયમાં વુડ બીડ્સમાં નાના તેમજ લોન્ગ નેકપીસનું ચલણ છે. ટૉપની સાથે પહેરો સ્ટાઇલિશ બીડ્સ. સામાન્ય રીતે બજારમાં અલગ-અલગ રંગોમાં બીડ્સ નેકલેસ ઉપલબ્ધ હોય છે. આ ટ્રેન્ડી બીડ્સ નેકલેસ સ્ટાઇલિશ લાગે છે.
પાંચ રંગોમાં મળીને બનેલા આ નેકલેસને પીચ અથવા યલો પ્લેન ટૉપ અથવા ક્રૉપ ટોપ પર પહેરો. ફૉર્મલ આઉટફિટ્સ પર પણ પરફેક્ટ લુક આપશે. આ નેકલેસ ફૉર્મલ આઉટફિટ્સની સાથે પણ પહેરી શકાય છે. આ પર્સનાલિટીને તો નિખારે જ છે સાથે રૉયલ લુક પણ આપે છે.
એટલા માટે ઑફિસવેરમાં પણ બીડ્સ નેકલેસ ટ્રાય કરી શકાય છે. સ્ટાઇલિશ દેખાવા માટે તેને કોઇ પણ પ્રસંગમાં પહેરી શકાય છે. ગાઉન સાથે પણ આ જ્વેલરી પહેરી શકાય છે. કોઇ ડીપ નેકવાળા ડ્રેસ પર પહેરીને ક્લાસી લુક આપી શકાય છે.