Sunday, October 17, 2021
Homeફોકસવેગન શુક્રવાર સુધીમાં 100 કરોડ રૂપિયા જમા કરાવે, નહિતર કાર્યવાહી થશેઃ NGT
Array

ફોકસવેગન શુક્રવાર સુધીમાં 100 કરોડ રૂપિયા જમા કરાવે, નહિતર કાર્યવાહી થશેઃ NGT

મુંબઈઃ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે(NGT) ગુરૂવારે જાણીતી કાર કંપની ફોક્સવેગન ને પ્રદૂષણ કેસમાં શુક્રવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 100 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ કર્યો છે. ટ્રીબ્યુનલે વધુમાં જણાવ્યું છે કે જો કંપની આ રકમની ચૂકવણી નહિ કરે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે.

  • ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં ટ્રીબ્યુનલે ફોક્સવેગનને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને એક મહિનાની અંદર જ 100 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ આદેશ વોલ્કસવેગનને પોલ્યુશનના નિયમોના ઉલ્લંઘનના કેસમાં કરવામાં આવ્યો છે. ફોક્સવેગનને પોલ્યુશનને નિયંત્રણ કરતું ડિવાઈસ(સાધન) તેની ડિઝલ સંચાલિત કારમાં લગાવ્યું હતું. પરંતુ આ આ ડિવાઈસ જયારે ટેસ્ટ થતો ત્યારે જ પ્રદૂષણને નિયંત્રિત કરતું હતું. બાકીના સમયમાં કંપનીની ડિઝલ સંચાલિત કારથી વાતાવરણમાં પ્રદૂષણ થતું હતું.
  • નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચેરપર્સન જસ્ટિસ આદર્શ કુમાર ગોયેલ અને જસ્ટિસ એસ પી વગાડીએ કહ્યું હતું કે જયારે સ્ટે નથી, ત્યારે શાં માટે કંપનીને અત્યાર સુધીમાં અમારા આદેશનું પાલન કર્યું નથી. હવે અમે કંપનીને બીજો સમય આપીશું નહિ.
  • નવેમ્બરમાં બનેલી ચાર સભ્યોની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની કમિટીએ એક સપ્તાહ અગાઉ જ ફોક્સવેગનને સમગ્ર દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવા બદલ 171.34 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કમિટીએ તેના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ફોક્સવેગનની કાર્સ દ્વારા વર્ષ 2016માં શહેરમાં 48.67 ટન જેટલો નાઈટ્રોજન ઓક્સાઈડ વાતાવરણમાં ઠલવાયો હતો. ઉલ્લેખનીય છે કે નાઈટ્રોજન ઓક્સાઈડના કારણે હાર્ટ અને ફેફસાના વિવિધ રોગો થાય છે.
  • રિપોર્ટ પ્રમાણે વધારાનો નાઈટ્રોજન ઓક્સાઈડ હવામાં પ્રસરવાને કારણે ફોક્સવેગનના ગ્રુપના વ્હીકલના કારણે દિલ્હીને બેસ ગણીએ તો 171.34 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.  આ નુકશાન પેટે ભરવાની રકમ કંપનીની દેશમાં રહેલી 3.27 લાખ કાર્સની ગણતરીના આધારે નક્કી કરવામાં આવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments