ફોનમાં 4Gની સ્પીડ ઓછી આવે છે, તો ફૉલો કરો આ Steps

0
51

સામાન્ય રીતે ભારતમાં ભલે 4G આવી ગયુ હોય તેમ છતા ઘણા યૂઝર્સ પોતાના ફોનમાં સ્લો ઇન્ટરનેટની ફરિયાદ કરતા હોય છે. ત્યારે આજે સ્માર્ટફોનના એવા કેટલાક સેટિંગ્સ અંગે જાણીશું જેની મદદથી તમારા સિમની 4G સ્પીડ વધી જશે. આ સેટિંગ્સથી જિયો, એરટેલ અને વોડાફોન સહિતના તમામ નેટવર્ક પર એપ્લાય કરી શકો છો. આ સેટિંગ્સ કરવા માટે તમારે ફોનના સેટિંગ મેનુમાં જવું પડશે. આ દરમિયાન તમારા ફોનના ડેટા ઓફ રાખવાનો રહેશે.

ફોનના સેટિંગમાં જઇને Celluler Networkમાં જાઓ. મોટાભાગના ફોનમાં તે ફોન સેટિંગના More ઑપ્શન મળશે. જે સિમ કાર્ડમાંથી 4G ચલાવવાનું છે. તેને સિલેક્ટ કરો. હવે Acess Point Names પર ક્લિક કરો. અહીં જે સિમકાર્ડમાંથી ડેટા યૂઝ કરતા હોવ તેનુ નામ દેખાશે તેના પર ક્લિક કરો.

સેટિંગનું એક લિસ્ટ ઑપન કરો. તેમાં Server પર ક્લિક કરો. તેના પર કંઇક લખ્યુ નહી હોય. અહીંયા www.google.com લખીને ઓકે કરો

હવે નીચે સ્ક્રોલ કરો Authentication type પર ક્લિક કરો. અહીં તમને None દેખાશે. તેને PAP કરી દો.

નીચે જઇને તમે APN Typeનો ઓપ્શન મળશે. જેને Default કરી દો.

આ તમામ સેટિંગ ON કર્યા પછી ઉપરથી 3 ડોટનું નિશાન દેખાશે, જેના પર ક્લિક કરો. અહીં તમને Saveનો ઑપ્શન દેખાશે તેના દ્વારા આ સેટિંગ્સને સેવ કરો. આ ચેક કરી લો તમારા ફોનની 4G સ્પીડ પહેલા કરતા વધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here