Tuesday, September 21, 2021
Homeફોર્ડ ફિગો ફેસલિફ્ટ 2019 લોન્ચ, એક્સ-શોરૂમ કિંમત 5.15 લાખ રૂપિયાથી શરૂ
Array

ફોર્ડ ફિગો ફેસલિફ્ટ 2019 લોન્ચ, એક્સ-શોરૂમ કિંમત 5.15 લાખ રૂપિયાથી શરૂ

ઓટો ડેસ્ક. ફોર્ડ ઇન્ડિયાએ આજે (15 માર્ચે) પોતાની લેટેસ્ટ ફિગો ફેસલિફ્ટ લોન્ચ કરી. Ford Figo 2019 ફેસલિફ્ટ ના બેઝ મોડલની એક્સ-શોરૂમ કિંમત 5.15 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જે અગાઉના બેઝ વેરિઅન્ટ કરતાં 67 હજાર રૂપિયા ઓછી રાખવામાં આવી છે. કંપનીના દાવા અનુસાર, ફિગો 2019 વેરિઅન્ટમાં ફોર્ડે લગભગ 1200 જેટલા નવા પાર્ટ્સનો ઉપયોગ કર્યો છે, જે તેને ખરા અર્થમાં ફેસલિફ્ટ વેરિઅન્ટ બનાવે છે. ફોર્ડે નવી ફિગોના માત્ર ત્રણ મોડલ – એમ્બિઅન્ટ, ટાઇટેનિયમ અને બ્લુ લોન્ચ કર્યા છે.

નવી ફોર્ડ ફીગોની ખાસિયતો અને કિંમત

ટોપ વેરિઅન્ટ બ્લુમાં સ્પોર્ટી સેલ્યુલર ગ્રીલ, નવા 15 ઇંચના એલોય વ્હીલ્સ, ડ્યુઅલ ટોન રૂફ, બ્લુ થીમ ઇન્ટીરિયર અને 6 એરબેગ્સ મળશે. પહેલીવાર આ સેગમેન્ટની કોઇ કારમાં 6 એરબેગ્સ મળી છે.
એન્જિન અને માઇલેજ
નવી ફિગોમાં 1.2 લીટરનું ત્રણ સિલિન્ડરવાળું TiVCT પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જિન 94 બીએચપીનો પાવર અને 120 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીના દાવાનુસાર, ફોર્ડ ફિગો પેટ્રોલ વેરિઅન્ટ 20.4 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપશે. જ્યારે ડીઝલ એન્જિનમાં કંપનીએ કોઇ બદલાવ નથી કર્યો. કંપની ફેસિલફ્ટ ફિગોમાં 1.5 લીટરનું TDCi ડીઝલ એન્જિન આપી રહી છે. આ એન્જિન 99 bhp નો પાવર અને 215 Nm ટોર્ક જનરેટ કરે છે. માઇલેજના મામલામાં આ એન્જિન 25.5 કિમી પ્રતિ લીટર સાથે ખૂબ કિફાયતી છે. આ બંને એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવશે.
આ સિવાય કંપનીએ 1.5 લીટર પેટ્રોલ એન્જિન સાથે 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળું મોડલ પણ લોન્ચ કર્યું છે. આ એન્જિન 121 બીએચપીનો પાવર જનરેટ કરે છે. તથા કંપનીના દાવા અનુસાર, ઓટોમેટિક વેરિઅન્ટ 16.3 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપશે.
ફીચર્સ
અગાઉ ફોર્ડે પોતાની એસ્પાયરમાં કરેલા ફેરફાર નવી ફિગોમાં પણ જોવા મળી રહ્યા છે. ફોગ લેમ્પ્સને ફ્રન્ટ બમ્પરમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે. આ ફ્રન્ટ બમ્પર ટ્રિમ અનુસાર ક્રોમ અને બ્લુ ટચ સાથે આવશે. હેડલેમ્પ્સ પણ બ્લેક એનકેસિંગ સાથે આવશે. જે કારને સ્પોર્ટી લૂક આપે છે. કારનું ઇન્ટીરિયર ચારકોલ બ્લેક કલરમાં છે. તે સિવાય કારમાં પુશ બટન સ્ટાર્ટ-સ્ટોપ, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ અને કેમેરા, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને યુએસબી સ્લોટ્સ મળશે. તે સિવાય કારમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવશે. તેની સાથે બિલ્ટ ઇન નેવિગેશન સિસ્ટમ પણ મળશે.
સેફ્ટી
નવી ફોર્ડ ફિગો ABS અને EBD સાથે આવશે. તે સિવાય ઓટોમેટિક વેરિઅન્ટ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ઇલેક્ટ્રિક પાવર આસિસ્ટેડ સ્ટીયરિંગ પણ મળશે.
ફોર્ડ ફિગોના વેરિઅન્ટ અને એક્સ-શોરૂમ કિંમત

 

ફિગો પેટ્રોલ વેરિઅન્ટ્સ

New Ford Figo Ambiente – 5.15 લાખ રૂપિયા
New Ford Figo Titanium – 6.39 લાખ રૂપિયા
New Ford Figo – Blu – 6.94 લાખ રૂપિયા
પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટ (1.5L TiVCT)
New Ford Figo Titanium – 8.09 લાખ રૂપિયા

ફિગો ડીઝલ વેરિઅન્ટ્સ

New Ford Figo Ambiente – 5.95 લાખ રૂપિયા
New Ford Figo Titanium – 7.19 લાખ રૂપિયા
New Ford Figo – Blu – 7.74 લાખ રૂપિયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments