બંગાળ : કૂચ બિહારમાં તૃણમૂલ નેતાની હત્યા, પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યો

0
28

કૂચ બિહાર: પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ નેતા અઝીજર રહમાનની હત્યા કરવામાં આવી છે. આ સપ્તાહમાં તૃણમૂલ કાર્યકર્તાની આ બીજી ઘટના છે. સ્થાનીક તૃણમૂલ નેતાએ હત્યાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે. તેમનો આરોપ છે કે, ભાજપના કાર્યકર્તા અઝહર અલી અને તેમના અમુક સહયોગીઓએ મારી મારીને રહમાનની હત્યા કરી દીધી છે.

કૂચ બિહારના ભાજપના સાંસદ નિશિત પ્રમાણિકે બુધવારે કહ્યું કે, આતંરિક ઝઘડાના કારણે યુવકની હત્યા થઈ છે. ટીએમસી આ મામલે રાજકારણ કરી રહી છે. પીડિત પરિવારે પણ જણાવ્યું કે, આ ઘટના આંતરિક વિવાદના કારણે થઈ છે. તેમાં કોઈ ભાજપ કાર્યકર્તાનો હાથ નથી.

મંગળવારે પણ તૃણમૂલ નેતાની હત્યા થઈ હતી: આ પહેલાં ઉત્તરી કોલકાતાના દમદમ વિસ્તારમાં મંગળવારે તૃણમૂલ નેતા નિર્મલ કુંડુની બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક કુંડુ તૃણમૂલના વોર્ડ અધ્યક્ષ હતા. આ કેસમાં બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મે મહિનામાં થઈ હતી ભાજપ કાર્યકર્તાની હત્યા: લોકસભા ચૂંટણી દરમિયાન અને તે પછી પણ બંગાળમાં સતત હિંસક ઘટનાઓ થતી રહી છે. 27 મેના રોજ 24 પરગણા જિલ્લામાં અજાણ્યા લોકોએ ભાજપ કાર્યકર્તા ચંદન શોની ગોળી મારીને હત્યા કરી હતી. 24 મેના રોજ નદિયા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને ભાજપના કાર્યકર્તા સંતૂ ઘોષની હત્યા કરી દીધી હતી. લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને 18 અને ટીએમસીને 22 સીટ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here