બંગાળ : ભાજપના વધુ એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા, 3 દિવસમાં બીજી ઘટના

0
45

કોલકાતાઃ ઉત્તર પરગના જિલ્લામાં અજાણ્યા ઈસમોએ રવિવાર રાતે ભાજપ કાર્યકર્તા ચંદન શોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ વિસ્તારમાં સુરક્ષા બળોને તહેનાત કરવામાં આવ્યા છે. 24 મેના રોજ પણ નાદિયા જિલ્લામાં શુક્રવાર રાતે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને ભાજપ કાર્યકર્તા સંતૂ ઘોષની હત્યા કરી દીધી હતી. 25 વર્ષનો સંતૂ થોડા દિવસ પહેલા જ તૃણમૂલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયો હતો.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ બૈરકપુર બેઠકના ઘણા વિસ્તારોમાં હિંસા થઈ હતા. વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. લોકસભા ચૂંટણીમાં પશ્વિમ બંગાળમાં ભાજપને 18 અને તૃણમૂલ કોંગ્રેસને 22 બેઠકો મળી છે.

બંગાળ-ત્રિપુરામાં હિેંસા

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પશ્વિમ બંગાળ અને ત્રિપુરામાં હિંસા ભડકી ઊઠી હતી. આ દરમિયાન ભાજપના બે કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી હતી. બન્ને રાજ્યોમાં અથડામણ દરમિયાન અંદાજે 150 લોકો ઘાયલ થયા હતા. ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવે કહ્યું કે, ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ હિંસા ફેલાવવાનું ચલણ ડાબેરીઓ લાવ્યા હતા, પરંતુ અમે ચેતવણી આપી હતી કે, કાયદાને હાથમાં લેનારાઓને બક્ષવામાં નહીં આવે.

તૃણમૂલને તેમની જ ભાષામાં જવાબ આપીશું- ભાજપ પ્રદેશ અધ્યક્ષ

પશ્વિમ બંગાળમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે તૃણમૂલ કાર્યકર્તાઓ પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તૃણમૂલના ગુંડાઓ વિપક્ષના નેતાઓ અને ઉમેદવારો પર સતત હુમલો કરી રહ્યા છે. મમતા બેનર્જીની પાર્ટી હાર સ્વીકારતી નથી. તેમણે પરિણામોને યોગ્ય ભાવનાઓ સાથે જોવા જોઈએ. જો તૃણમૂલ અમારા કાર્યકર્તાઓ પર હુમલાઓ કરવાનું ચાલુ રાખશે તો અમે એ જ પ્રકારે જવાબ આપીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here