Thursday, September 23, 2021
Homeબેંગ્લોર અને કોલકાતા વચ્ચે આજે મેચ, સિઝનની પ્રથમ જીત મેળવવા પર કોહલીનું...
Array

બેંગ્લોર અને કોલકાતા વચ્ચે આજે મેચ, સિઝનની પ્રથમ જીત મેળવવા પર કોહલીનું ફોકસ

IPL સિઝન 12 ની 17 મી મેચ આજે રોયલચેલેન્જરબેંગ્લોર અને કોલકાતાનાઈટરાયડર્સ વચ્ચે એમ. ચિન્નાસ્વામી  સ્ટેડિયમ ખાતે રમાવાની છે. કોલકાતાની ટીમ આ સિઝનની ત્રણ મેચ રમી છે જેમાંથી બે મેચ જીતી ચૂકી છે.છે. છેલ્લા મેચમાં દિલ્હી સામે રમતાં સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બેંગ્લોરની ટીમ અત્યાર સુધી 4 મેચ રમી ચૂકી છે અને એકપણ મેચ જીતી નથી શકી. જેથી હવે વિરાટ સેનાની નજર સિઝનમાં પહેલો વિજય હાંસલ કરવા ઉપર નજર રહેશે. પોઈન્ટ ટેબલમાં કોલકાતાની ટીમ ચોથા ક્રમે અને બેંગ્લોરની ટીમ છેલ્લા સ્થાને છે.

બંગ્લોર સામે કોલકાતાનો સક્સેસ રેટ 60 ટકા

બંને ટીમો વચ્ચે અત્યારસુધીમાં 23 મેચો રમાઈ ચૂકી છે. જેમાં કોલકાતાની ટીમ 14 મેચ જીતી ચૂકી છે જ્યારે બેંગ્લોર ની ટીમ માત્ર 9 મેચ જીતી શકી છે. બંને ટીમ વચ્ચે થયેલી છેલ્લી પાંચ મેચની વાત કરીએ તો ચારમાં કોલકાતાનો વિજય થયો છે. બેંગ્લોર છેલ્લે 2016માં જીતી હતી.
બેંગ્લોરમાં યજમાન ટીમ કરતાં કોલકાતાની ટીમ વધુ જીતી છે
એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર બંને ટીમો વચ્ચે અત્યારસુધી કુલ 10 મેચ રમાયી છે. જેમાં છ મેચ કોલકાતા અને ચાર મેચ બેંગ્લોર જીત્યું છે. વિરાટની ટીમ ને કોલકાતા સામે આ મેદાન પર છેલ્લી જીત 2015 માં મળી હતી . ત્યારપછી સતત ત્રણ મેચ હારનો સામનો કરવો પડ્યો છે.
બંને ટીમો
બેંગ્લોરઃ વિરાટ કોહલી(કેપ્ટન), પાર્થિવ પટેલ, એબી ડિવિલિયર્સ, કૉલિન ડી. ગ્રેડહોમ, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ, મોઈન અલી, શિમરોન હેટમાયર, શિવમ દૂબે, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, દેવદત્ત પલ્લીકલ, હિમ્મત સિંહ, મિલિંદ કુમાર, ગુરકીરત સિંહ માન, હેનરિત ક્લાસેન, પવન નેગી, વૉશિંગ્ટન સુંદર, અક્ષરદીપ નાથ, પ્રયાસ રાય બર્મન, કુલવંત ખેજરોલિયા, ટીમ સાઉદી.
કોલકાતાઃ દિનેશ કાર્તિક(કેપ્ટન), રોબિન ઉથપ્પા, ક્રિસ લિન, શુભમન ગિલ, આંદ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, સુનિલ નરેન, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, નીતીશ રાણા, નિખિલ નાઈક, જોઈ ડેનલી, શ્રીકાંત મુંડે, સંદીપ વારિયર, પ્રસિદ્ધ કૃષ્ણા, લોકી ફર્ગુસન, હૈરી ગર્ની, કેસી કરિયપ્પા, યારા પૃથ્વીરાજ.
આઇપીએલ-12 પોઇન્ટ ટેબલ
રેન્ક ટીમ મેચ જીત હાર પોઈન્ટ
1 સનરાઈઝર્સ હૈદરાબાદ 4 3 1 6
2 કિંગ્સ ઈલેવન પંજાબ 4 3 1 6
3 ચેન્નાઈ સુપર કિંગ્સ 4 3 1 6
4 કોલકાતા નાઈટ રાઈડર્સ 3 2 1 4
5 દિલ્હી કેપિટલ્સ 5 2 3 4
6 મુંબઇ ઇન્ડિયન્સ 4 2 2 4
7 રાજસ્થાન રોયલ્સ 4 1 3 4
8 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 4 0 4 0
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments