Tuesday, September 28, 2021
Homeબગોદરાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયના હોજમાં પડતાં ડૂબવાથી વિદ્યાર્થિનીનું મોત
Array

બગોદરાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયના હોજમાં પડતાં ડૂબવાથી વિદ્યાર્થિનીનું મોત

બાવળા: બગોદરામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું હોજમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. વિદ્યાર્થિની ખુલ્લા હોજ પાસે કેવી રીતે પહોંચી તે અંગે રહસ્ય ઘેરાયું છે. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


બાવળા તાલુકાનાં બગોદરામાં કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) આવેલી છે.આ સ્કુલમાં અને હોસ્ટેલ માં આજુબાજુની ગામની બાલિકાઓ અભ્યાસ કરવા માટે આવે છે. આ વિદ્યાલયમાં લીંમડી તાલુકાનાં પાણશીણા ગામ ની 13 વર્ષની વરશીપ હરીભાઇ ચૌહાણ ધોરણ-7માં અભ્યાસ કરે છે. હરીભાઇ પોતાની પુત્રી હોળી-ધૂળેટીનાં તહેવાર હોવાથી ઘરે આવી હતી. જેથી આજે શનિવારે સવારે જ આ વિદ્યાલયમાં મુકી ગયા હતાં. વરશીપ સાંજના આશરે ચાર-સાડા ચાર વાગ્યાની આસપાસ વિદ્યાલયમાં આવેલા 15થી 20 ફુટ ઉંડો પાણીનો હોજ આવેલો છે ત્યાં કોઈ કારણસર ગઈ હતી અને આ હોજ ખુલ્લો ઢાંકણા વગરનો હોવાથી તે કોઈ કારણસર આ હોજમાં પડી ગઈ હતી.આ હોજમાં પાણી ભરેલું હોવાથી તે પાણીમાં ડુબી ગઈ હતી.

વિદ્યાલયમાં રહેતાં લોકોને જાણ થતાં તેઓએ વરસીપને બહાર કાઢતાં તે બેભાન હાલતમાં હોવાથી 108 ની ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવતાં બગોદરાની 108 તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને વરસીપને લઇને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતાં.ત્યાં હાજર ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી. હોજમાં કેવી રીતે પડી ગઈ તે કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાની જાણ બગોદરા પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઇને તપાસ કરી રહ્યા છે. વિદ્યાર્થિનીના સગાઓને જાણ કરવામાં આવતાં તેઓ પણ ત્યાં દોડી આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments