Friday, August 6, 2021
Homeબગોદરા પાસે આવેલી ખાનગી કંપનીમાં દુર્ઘટના સર્જાઈ
Array

બગોદરા પાસે આવેલી ખાનગી કંપનીમાં દુર્ઘટના સર્જાઈ

બાવળા તાલુકાનાં બગોદરા પાસે આવેલી ખાનગી કંપનીમાં લોડર મશીનનાં બેકેટમાં કપચી ભરવા દરમિયાન મજુર ઉપર કપચી પડતા તે દટાઇ જતા તેનું મોત થવા પામ્યું છે. ઘટનાની જાણ બગોદરા પોલીસને કરતાંબગોદરા પોલીસે લાશનું પી.એમ.કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફાઇલ તસવીર

કાંકરીયા પ્રોપર્ટી પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતો
બાવળા તાલુકાનાં કોઠા તલાવડી ગામમાં રહેતાં ધુડાભાઇ ગોબરભાઇ સોલંકી (કોળી પટેલ ) બગોદરા ટોલટેક્ષ નજીક આવેલી કાંકરીયા પ્રોપર્ટી પ્રાઇવેંટ લીમીટેડ કંપનીમાં લેબર તરીકે નોકરી કરે છે. તેમણે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સવારે કંપનીમાં નોકરી હાજર હતો. અમારા લોડર મશીનના બીજા ડ્રાઇવર અશોકભાઇ ભુપતભાઇ સારોલા (રહે.દેવપરા તા.લીંબડી) દેખાતાં નહોતા. જેથી પ્લાન્ટ ઓપરેટર આલેખભાઇએ મને જણાવ્યું કે ડ્રાઇવર અશોકભાઇને શોધવા માટે કંપનીમાં ગયો હતો. અને તે વખતે કંપનીના લોડર મશીનથી કંપનીના ડ્રાઇવરે વિપુલભાઇએ લોડર મશીનથી કપચી ભરી મશીનમાં નાખવાનું કામ કરતા હતા અને તે વખતે હુ અશોકભાઇને કંપનીમાં શોધતો હતો. જે જગ્યાએ લોડરથી કપચી ભરતા હતા તેની નજીક મને કપચીમાં દટાયેલો એક હાથ તથા પગ બહાર દેખાતાં આ અશોકભાઇ ભુપતભાઇનો હતો. જેથી બધા ભેગા થઈ ગયા હતા અને અશોકભાઇને કપચીમાંથી બહાર કાઢીને કંપનીની ગાડીમાં સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં.

બેદરકારીને કારણે મજૂર દટાયો
ત્યાં ફરજ ઉપરના ડોક્ટરએ તપાસ કરીને તે મરણ ગયાનું જણાવ્યું હતું. આ બાબતે લોડર મશીનના ડ્રાઇવર વિપુલભાઇ ગોહીલને પુછતા તેણે જણાવ્યું કે લોડર મશીનથી કપચી ભરતી વખતે તે સુતો હતો જે મે જોયું નહોતો. જેથી લોડરથી કપચી લેતી વખતે મારી બેદરકારીથી ઢગલા પાછળ સુતેલા અશોકભાઇ ઉપર કપચી પડતા દટાઇ ગયા હશે. જેથી તેમણે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments