બજરંગ પૂનિયાએ સતત 5મી ટૂર્નામેન્ટમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

0
16

સ્પોર્ટ્સ ડેસ્ક. ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ કેલ કાલોવ ઇન્ટરનેશનલ મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બજરંગ ફાઇનલમાં અમેરિકાના જોર્ડન ઓલિવરને 12-3થી હરાવ્યો. કોમનવેલ્થ ગેમ્સ અને એશિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર બજરંગે સતત પાંચમી ટૂર્નામેન્ટમાં કોઇ મેડલ જીત્યો. તે આ દરમિયાન ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો છે.

ફ્રી સ્ટાઇલની 65 કિગ્રા ઇવેન્ટની ફાઇનલમાં બજરંગ એક સમયે 0-3થી પાછળ ચાલી રહ્યો હતો. આ પછી તેમણે સતત 12 પોઇન્ટ બનાવીને મેચને પોતાના નામે કરી. બજરંગ સિવાય પૂજા પણ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ જીતી ચૂકી છે. જ્યારે વિનેશ ફોગટે સિલ્વર જીત્યો છે. ભારતે કુલ બે ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ જીત્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here