બજાજે લૉન્ચ કર્યું એવેન્જર સીરિઝનું સૌથી સસ્તુ બાઇક, જાણો કિંમત અને ફીચર્સ

0
56

બજાજ ઑટોમોબાઇલે પોતાની મોસ્ટ અવેટેડ ક્રૂઝર બાઇક બજાજ એવેન્જર Street 160 absને લૉન્ચ કરી દીધું છે. એને કંપનીએ ખૂબ જ સસ્તી કિંમત પર લૉન્ચ કર્યું છે. સિંગલ ચેનલ એબીએસથી લેસ આ એવેન્જર સ્ટ્રીટ 160 બે કલર્સમાં ઉપલબ્ધ છે. કંપનીએ એને 82,253 રૂપિયા એક્સ શોરૂમ કિંમત પર લૉન્ચ કર્યું છે. આ cruxer bikeને એવેન્જર 180થી રિપ્લેસ કર્યું છે પરંતુ શું તમે જાણો છો કે એની કિંમત એવેન્જર 180 થી 6000 રૂપિયા ઓછી છે.

એવેન્જર સ્ટ્રીટ 160 ક્રૂઝર બાઇકમાં 160.4 cc સિંગલ-સિલિન્ડર એન્જીન છે. આ એન્જીન 14.7 નો પાવર અને Dvs 13.5 nm ટાર્ક જનરેટ કરે છે. એનો પાવર એવેન્જર 150 થી વધારે અને એવેન્જર 180થી મળતો આવે છે. એન્જીન 5 સ્પીડ ગિયરબૉક્સથી લેસ છે. એના ફ્રંટમાં 220 mm સિંગલ disc અને રિયરમાં ડ્રપ બ્રેક છે. બાઇકમાં સિંગલ ચેનલ એબીએસ છે, જે ફ્રંટ વીલમાં આપવામાં આવ્યું છે.

ફીચર્સની વાત કરીએ તો આ બાઇકમાં એલઇડી- ટાઇમ રનિંગ લાઇટની સાથે રોડસ્ટર હેડલેમ્પ, બ્લેક એન્જીન અને આરામદાયક રાઇડિંદ પોઝિશન મળશે. બાઇકમાં નવા ગ્રાફિક્સ, બ્લેક અલૉય વીલ્ઝ અને રબર ફિનિશ રિયર ગ્રેબ રેલ આપવાામાં આવી છે.