Friday, March 29, 2024
Homeબજાજ પોતાની 'ક્વાડ્રિસાયકલ' માટે કોમર્શિયલ સેગમેન્ટ પર ફોકસ કરશે: ઓલા, ઉબર જેવા...
Array

બજાજ પોતાની ‘ક્વાડ્રિસાયકલ’ માટે કોમર્શિયલ સેગમેન્ટ પર ફોકસ કરશે: ઓલા, ઉબર જેવા એગ્રીગેટર સાથે વાત ચાલુ

- Advertisement -

અમદાવાદ: ગુજરાત સરકાર તરફથી રાજ્યમાં ક્વાડ્રિસાયકલની મંજૂરી મળ્યા બાદ થ્રી-વ્હીલર્સના અગ્રણી ઉત્પાદક બજાજ ઓટો લિમિટેડે આજે ક્યુટ મોડેલ લોન્ચ કર્યું હતું. આ તકે ઉપસ્થિત બજાજ ઓટોના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, શહેરી વિસ્તારોમાં પરિવહન માટે ક્વાડ્રિસાયકલ એ સંપૂર્ણ નવી કેટેગરી છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હાલમાં કંપનીનું ફોકસ કોમર્શિયલ સેગમેન્ટ પર છે અને આના માટે અમે ઓલા અને ઉબર સહિતના એગ્રીગેટર સાથે વાત કરી રહ્યા છીએ.

ક્વાડ્રિસાયકલ રોજગારી સર્જનમાં મદદ કરશે

બજાજ ઓટો લિમિટેડના ઇન્ટ્રાસિટી બિઝનેસ યુનિટના સેલ્સ જનરલ મેનેજર નવનીત સાહનીએ જણાવ્યું કે,  ક્વાડ્રિસાયકલ એ દેશનું પહેલું 4-વ્હીલર છે જેને વિશેષ રૂપથી આજના ઇન્ટ્રાસિટી ટ્રાવેલ માટે ડિઝાઈન કરાયેલ છે અને તે રાજ્યના ઘણાં લોકોને રોજગારી પણ પૂરી પાડશે. ગુજરાતમાં, બજાજે પોતાના સીએનજી ૩ વ્હીલર્સના માધ્યમથી લાસ્ટ માઇલ સેગમેન્ટમાં એક લીડર છે અને અમે ગુજરાતમાં ક્યૂટના લોન્ચની સાથે બારને વધારવાની આશા રાખીએ છીએ.
શું છે ક્વાડ્રિસાયકલ?
કંપનીના બિઝનેસ પ્લાનિંગ હેડ પ્રશાન્ત આહીરે જણાવ્યુ કે, ક્વાડ્રિસાયકલ ઇન્ડિયામાં નવી શ્રેણી છે. આ એક 4-વ્હીલ મોટર વ્હીકલ છે જે સાઈઝ, વજન અને સ્પીડને ઓપ્ટિમાઇઝ કરીને ઇન્ટ્રાસિટી કોમ્યુટ માટે લો-રનિંગ કોસ્ટ, ઇકો- ફ્રેન્ડલી અને સેફ અલ્ટરનેટિવની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેનું કદ, વજન અને ઝડપની મર્યાદા વિકસાવવામાં આવી છે. તે કોઇપણ કાર કરતાં ઓછામાં ઓછું ૪૦ ટકા ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે.
બજાજે ક્વાડ્રિસાયકલ માટે રૂ. 600-700 કરોડનું રોકાણ કર્યું
કંપનીના જનરલ મેનેજર-સર્વિસ અનુપમ શ્રીવાસ્તવ જણાવે છે કે, બજાજે, આ પ્રોજેકટ માટે અંદાજે રૂ. 600-700 કરોડનું રોકાણ કર્યું છે અને હાલમાં ક્વાડ્રિસાયકલની ઉત્પાદન ક્ષમતા 60,000 યુનિટ પ્રતિ વર્ષની છે. ઘરેલુ બજારની સાથે સાથે અમે નિકાસ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular