Tuesday, December 7, 2021
Homeબજેટ પહેલાં મોદી સરકારે ખેડૂતો માટે રૂ. 6680 કરોડનું રાહત પેકેજ મંજૂર...
Array

બજેટ પહેલાં મોદી સરકારે ખેડૂતો માટે રૂ. 6680 કરોડનું રાહત પેકેજ મંજૂર કર્યું

નવી દિલ્હી: મોદી સરકારે બજેટ પહેલાં ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં ખેડૂતો માટે રૂ. 6680 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રાહત પેકેજનો લાભ આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે. આ રકમમાં આધ્રપ્રદેશ માટે રૂ. 900 કરોડ, ગુજરાત માટે રૂ. 130 કરોડ, મહારાષ્ટ્ર માટે રૂ. 4700 કરોડ અને કર્ણાટક માટે રૂ. 950 કરોડના પેકેજને મંજૂરી આપવામાં આવી છે. આ રાજ્યોમાં ખેડૂતો દુષ્કાળથી પીડિત હતા અને સરકારના આ નિર્ણયથી તેમને ઘણી રાહત મળી છે.

કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી રાધા મોહન સિંગ દ્વારા રાહત પેકેજની વાત ટ્વિટર પર જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, નાના અને મધ્ય ખેડૂતોની આવકમાં ઘટાડો થવાથી સર્જાયેલી મુશ્કેલીના નિવારણ માટે સરકાર દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ગયા મહિને કેન્દ્ર સરકારના અમુક અધિકારીઓએ દુષ્કાળ પ્રભાવિત રાજ્યોની મુલાકાત લીધી હતી અને ત્યારપછીથી જ માનવામાં આવતું હતું કે, સરકાર ટૂંક સમયમાં જ દુષ્કાળ ગ્રસ્ત રાજ્યોમાં ખેડૂતો માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. તે ઉપરાંત આશા છે કે, આ બજેટમાં ખેડૂતોને અન્ય પણ વધુ રાહત આપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ બજેટમાં પાક વીમા યોજના માટે કેન્દ્ર સરકાર ફંડ પણ વધારી શકે છે. વડાપ્રધાન પાક વીમા યોજનાને સરકારે રૂ. 15000 કરોડ આપી શકે છે. ગયા બજેટમાં સરકાર તરફથી આ યોજના અંર્તગત રૂ. 13,000 કરોડ આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments