Tuesday, December 7, 2021
Homeબજેટ પૂર્ણ રજૂ કરવું કે અંતરિમ ? ભાજપ અને કોંગ્રેસમાં તકરાર સર્જાઇ...
Array

બજેટ પૂર્ણ રજૂ કરવું કે અંતરિમ ? ભાજપ અને કોંગ્રેસમાં તકરાર સર્જાઇ રહી છે

નવી દિલ્હી: 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા આમ બજેટ પર હવે સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તકરાર મોટું સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ સર્જાઇ રહ્યા છે. ખાસ કરીને લોકસભા-2019ની ચૂંટણીને 100 દિવસથી પણ ઓછો સમય બાકી છે ત્યારે મોદી સરકાર છઠ્ઠું પૂર્ણ બજેટ રજૂ કરવા જઇ રહી છે. આ વાત સામે વિપક્ષ કોંગ્રસને સખ્ત વાંધો પડ્યો છે. ભાજપના સૂત્રો કહી રહ્યા છે કે મોદી સરકાર આ વખતે પૂર્ણ બજેટ જ રજૂ કરશે જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ જણાવ્યું કે સરકાર સાત દશકાઓની પરંપરાનું પાલન કરવું જોઇએ. આ પરંપરા મુજબ સરકારે અતંરિમ બજેટ જ લાવવું જોઇએ. પાંચ વર્ષ માટે ચૂંટાઇને આવેલી સરકાર કુલ 6 પૂર્ણ બજેટ રજૂ ના કરી શકે. કોંગ્રેસે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો મોદી સરકાર પૂર્ણ બજેટ લાવશે તો કોંગ્રેસ સંસદભવનની અંદર અને બહાર ભારે વિરોધ કરશે.

ભાજપ જનતાને ગેરમાર્ગે દોરવા માગે છે: કોંગ્રેસ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપ આવનારા બજેટમાં મોટી મોટી જાહેરાતો કરીને જનતાને ભ્રમમાં નાંખવા માગે છે. બજેટની સાથે ફાયનાન્સ બિલ પણ આવે છે. આ બિલ 75 દિવસમાં પસાર કરવું જરૂરી છે. બજેટના પ્રસ્તાવ સંબધિત વિભાગોની સમિતિને મોકલવામાં આવે છે. આ વિભાગોના રિપોર્ટસ આવ્યા બાદ ફાયનાન્સ બિલ પાસ કરવામાં આવે છે. ચૂંટણીને કારણે આ વધી બાબતો સંભવિત નહી બની શકે.

સાધારણ અને અંતરિમ બજેટમાં શો ફરક છે?

સામાન્ય બજેટ: સરકાર આ બજેટમાં પાછલા વર્ષનો ખર્ચ અને આવકનો હિસાબ આપે છે. નવા વર્ષના ખર્ચાઓ તેમજ ટેક્સ દ્વારા થનારી આવકનુ અનુમાન પણ લગાવવામાં આવે છે.

અંતરિમ બજેટ: ગત વર્ષનો ખર્ચ અને આવકના રિપોર્ટ કાર્ડ રજૂ કરવામાં આવે છે. આગામી કેટલાક મહિનાઓ માટે થનારા ખર્ચાઓનો પ્રસ્તાવ પણ મુકવામાં આવે છે. ટેક્સ વડે થનારી આવકનો પ્રસ્તાવ દર્શાવામાં નથી આવતો.

શેટ્ટીનું પહેલુ અંતરિમ બજેટ સાડા સાત મહિનાનું હતુ

આઝાદી પછી ભારતનું સર્વપ્રથમ બજેટ અંતરિમ હતુ. તત્કાલીન નાણાપ્રધાન ષણમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ આ બજેટને સંસદમાં રજૂ કર્યુ હતુ. આ બજેટ 15 ઓગસ્ટ, 1947થી 31 માર્ચ, 1948 એટલે કે સાડા સાત મહિનાનું હતુ. નાણાપ્રધાન ષણમુખમ શેટ્ટીએ 28 ફેબ્રુઆરી,1948ના રોજ જ્યારે પૂર્ણ બજેટ રજૂ કર્યુ ત્યારે જણાવ્યુ કે ગત વર્ષે સરકારે અંતરિમ બજેટ રજૂ કર્યુ હતુ.

મોરારજી દેસાઇના નામે છે સૌથી વધારે બજેટ રજૂ કર્યાનો ખિતાબ

વર્તમાન નાણાપ્રધાન અરુણ જેટલી 22મા નાણાપ્રધાન છે. નોંધનીય છે કે જવાહરલાલ નહેરુ, ઇંન્દિરા ગાંધી, આઇકે ગુજરાલ, અને મનમોહન સિંહે વડાપ્રધાન પદે રહીને પણ બજેટ રજૂ કર્યા હતા. દિવગંત મોરારજી દેસાઇએ નાણાપ્રધાન તરીકે સૌથી વધારે એટલે કે 10 બજેટ રજૂ કર્યાનો રેકર્ડ સર્જ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ સરકારમાં પી.ચિદમ્બરમે કુલ 9 વખત અને પ્રણવ મુખર્જીએ 8 વખત બજેટ રજૂ કર્યા હતા. અત્યાર સુધીમાં અંતરિમ અને સામાન્ય મળીને કુલ 88 બજેટ રજૂ કર્યા છે. અત્યાર સુધીમાં કુલ 14 વાર અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યા છે.

બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ જ નથી!

બંધારણમાં બજેટની જગ્યાએ -એન્યુઅલ ફાયનાશિયલ સ્ટેટમેન્ટ- શબ્દનો ઉલ્લેખ કરાયો છે. લોકસભા ચૂંટણી પહેલા સરકાર અંતરિમ બજેટ રજૂ કરતી હોય છે આ પ્રકારની પરંપરા રહી છે. ચૂંટણીના વર્ષમાં સરકારનો કાર્યકાળ પૂરા નાણાંકીય વર્ષ માટે હોતો નથી આથી કેટલાક મહિના માટે અંતરિમ બજેટ લાવવામાં આવે છે.

અંતરિમ અને સામાન્ય મળીને કુલ 88 બજેટ રજૂ કરાયા છે.
  • અત્યાર સુધીમાં કુલ 14 વખત અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
  • અંતરિમ અને સામાન્ય મળીને કુલ 88 બજેટ સંસદમાં આવ્યા છે
  • 9 વખત સરકારોના બજેટ આવ્યા જેમણે નાણાંકીય વર્ષની સમાપ્તિ પહેલા કે બાદમાં ચૂંટણીનો નિર્ણય કર્યો
  • 5 વાર અંતરિમ બજેટ આવ્યું જેમા નાણાંકીય વર્ષ ખતમ થવાના પહેલા નવી સરકાર ગઠિત થઇ હતી અને એ સમયે પૂર્ણ બજેટ રજૂ કરવાનો સમય નહોતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments