Wednesday, September 22, 2021
Homeબડગામ એન્કાઉન્ટરમાં સેનાએ 2 આતંકીને ઠાર કર્યા, 4 જવાન ઘાયલ
Array

બડગામ એન્કાઉન્ટરમાં સેનાએ 2 આતંકીને ઠાર કર્યા, 4 જવાન ઘાયલ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામમાં શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર બડગામના સુતસૂ ગામમાં થયુ હતું. હજી પણ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની શક્યતા છે. ગુરુવારે શોપિયામાં સીઆરપીએફ, સેના અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં પણ ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા 21 માર્ચે જૈશના આતંકી સજ્જાદ ખાનની લાલ કિલ્લા વિસ્તારમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. તે 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલા પછીથી ફરાર હતો. સજ્જા સીઆરપીએફ પર હુમલાના માસ્ટરમાઈન્ડ મુદ્દિસર ખાનનો ખાસ માણસ માનવામાં આવે છે. હુમલાના 10 દિવસ પહેલાં જ તેણે એક કાર ખરીદી હતી જેમાં વિસ્ફોટકો ભરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલાં જ સેનાએ મુદ્દિસરને ઠાર કરી દીધો છે. આ બંને આત્મઘાતી આદિલ અહમદ ડારના સંપર્કમાં હતા.

14 ફેબ્રુઆરીએ જૈશના આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો. તેમાં 40 જવાન શહીદ થયા હતા. ત્યારપછી મોદી સરકારે ખીણ વિસ્તારમાં આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સેનાને સંપૂર્ણ છૂટ આપી દીધી છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને જૈશના ઘણાં કેમ્પ તોડી પાડ્યા હતા. આ દરમિયાન 250થી વધારે આતંકીઓને ઠાર કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments