Tuesday, September 21, 2021
Homeબદલાયેલા સમીકરણો વચ્ચે BJPએ 29 પક્ષો સાથે કર્યું ગઠબંધન, જીતેલી સીટો પણ...
Array

બદલાયેલા સમીકરણો વચ્ચે BJPએ 29 પક્ષો સાથે કર્યું ગઠબંધન, જીતેલી સીટો પણ છોડી

નેશનલ ડેસ્કઃ લોકસભા ચૂંટણીમાં આ વખતે જોરદાર ટક્કરને જોતા ભાજપ વધુમાં વધુ પક્ષો સાથે હાથ મિલાવી રહ્યું છે. સાથે સાથે તેમના પ્રત્યે નરમ વલણ પણ અપનાવી રહ્યાં છે. વર્ષ 2014માં ભાજપે જ્યાં 16 સહયોગી પક્ષોની સાથે મળીને લોકસભા ચૂંટણી લડી હતી, ત્યારે આ વખતે આ આંકડો 29 પર પહોંચ્યો છે.

બિહાર ઝારખંડમાં ભાજપે જીતેલી સીટ સહયોગી માટે છોડી: ગત ચૂંટણીમાં બિહારમાં 40 સીટમાંથી 22 બેઠકો પર જીત મેળવી હોવા છતાં આ વખતે ભાજપ માત્ર 17 સીટ પર જ પોતાના ઉમેદવારો ઊભા રાખશે. આ ઉપરાંત ભાજપ પોતાના સહયોગીઓ માટે જીતેલી સીટ પણ છોડી રહ્યાં છે. આ ઉપરાંત ભાજપ જ્યાં 2014માં હાર્યું હતું ત્યાં પોતાના ઉમેદવાર ઊભા રાખી શકે છે.

ઝારખંડમાં તો ભાજપના સહયોગી પક્ષો માટે સૌથી મોટું બલિદાન આપ્યું છે. ઝારખંડની ગિરડીહ સીટ પર ભાજપ છેલ્લાં પાંચ વખતથી જીતતું આવ્યું પરંતુ આ વખતે તેઓએ આ સીટ પર પોતાના સાથી પક્ષ એજેએસયૂ માટે છોડી દીધી છે.

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન કર્યું છે. જ્યારે શિવસેનાએ ઘણી વાર વડાપ્રધાન મોદી સામે આકરા પ્રહાર કર્યા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે પીએમ મોદીને ‘ચોર’ સુદ્ધા કહી દીધા છે. શિવસેનાએ નોટબંધી, અર્થવ્યવસ્થા અને સર્જિકલ સ્ટ્રાઈક સહિત ઘણાં મુદ્દાઓ વિશે પીએમ મોદી સામે આકરા પ્રહાર કર્યા છે. ભાજપે આઈએડીએમકે સાથે પણ હાથ મીલાવ્યા હતા અને ગઠબંધનમાં ડીએમડીકેને પણ સામેલ કરી લીધા હતા.

ઉત્તરપ્રદેશમાં જોવા જઈએ તો સીએમ યોગી આદિત્યનાથ ભાજપના સહયોગી દળોને મનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. તેમણે સુહેલદેવની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના છ નેતાઓ અને અપના દળના સાત નેતાઓને અલગ-અલગ બોર્ડ અને નિગમની નિયુક્તિ આપી દીધી છે.

બીજી બાજુ દરેક વિપક્ષી દળ એકજૂથ થઈને ભાજપ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે.વિપક્ષી નેતાઓની એક જૂથતા ઘણી વાર ઘણાં સ્ટેજ પર જોવા મળી છે. વિપક્ષી દળ મહાગઠબંધન બનાવીને લોકસભા ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી છે. નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થવાની છે અને તેની શરૂઆત 11 એપ્રિલથી થશે. બીજા તબક્કાનું 18 એપ્રિલ, ત્રીજા તબક્કાનું 23 એપ્રિલ, ચોથા તબક્કાનું 29 એપ્રિલ, પાંચમા તબક્કાનું છ મે, છઠ્ઠા તબક્કાનું 12 મે અને અંતિમ તબક્કાની ચૂંટણી 19 મેમાં થશે. 23 મેએ મતગણતરી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments