Tuesday, September 21, 2021
Home'બધાઈ હો'ના રાઇટર્સે ફિલ્મફેર અવોર્ડ નોમિનેશન લિસ્ટમાંથી પોતાનાં નામ પરત ખેંચી લીધાં
Array

‘બધાઈ હો’ના રાઇટર્સે ફિલ્મફેર અવોર્ડ નોમિનેશન લિસ્ટમાંથી પોતાનાં નામ પરત ખેંચી લીધાં

બોલિવૂડ ડેસ્ક: આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રા સ્ટારર ફિલ્મ ‘બધાઈ હો’ને ફિલ્મફેર અવોર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સ્ટોરી માટે નોમિનેશન મળ્યું છે. ફિલ્મના રાઇટર્સ શાન્તનુ શ્રીવાસ્તવ અને અક્ષત ઘિલ્ડિયાલનું નામ જ્યોતિ કપૂર સાથે બેસ્ટ ઓરિજિનલ સ્ટોરી માટે નોમિનેટ થયું હતું. શાન્તનુ અને અક્ષતે ટ્વીટ કરીને જાહેર કર્યું કે, અમે અમારાં નામ ફિલ્મ ફેર નોમિનેશનમાંથી પાછા ખેંચીએ છીએ. જ્યોતિ કપૂરનું નામ એમની સાથે નોમિનેશન લિસ્ટમાં સામેલ કરવા બદલ તેઓએ વિરોધ દર્શાવ્યો હતો. તેમનું કહેવું હતું કે, જ્યોતિએ ફિલ્મની સ્ટોરી લખી જ નથી. જોકે રસપ્રદ વાત એ છે કે, ફિલ્મમાં સ્ટોરી રાઇટર તરીકે જ્યોતિ કપૂરને ક્રેડિટ આપવામાં આવ્યું હતું. જ્યોતિનું નામ નોમિનેશન લિસ્ટમાંથી હટાવી દેવાયા છતાં હવે બન્નેએ સ્વમાન ખાતર ફિલ્મફેર અવોર્ડ નોમિનેશન લિસ્ટમાંથી પોતાનાં નામ પરત ખેંચી લીધાં છે. તેમણે બીજા નોમિનીઓને બેસ્ટ ઓફ લક કહીને કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે સેલ્ફ રિસ્પેક્ટ હંમેશાં ચલણમાં રહે.

નોમિનેશન લિસ્ટ જાહેર થયાના 4 -5 દિવસ બાદ જ જ્યોતિનું નામ લિસ્ટમાંથી હટાવી દેવાયું હતું. તેમ છતાં શાન્તનુ અને અક્ષતે અવોર્ડ નોમિનેશન લિસ્ટમાંથી પોતાનાં નામ પરત લઇ લીધાં છે. તેમણે જણાવ્યું કે, જે અવોર્ડ લગભગ અમને જ મળવાનો હતો એને કોઈ બીજા સાથે શેર કરવા કરતાં અમે અવોર્ડને છોડવા તૈયાર છીએ. જે વ્યક્તિએ બધાઈ હોની સ્ટોરી લખી જ નથી એની સાથે અવોર્ડ શેર કરવા માગતા નથી.

https://twitter.com/iShantanuS/status/1108252485376831488

જ્યોતિ કપૂરનું કહેવું છે કે, ‘મને જાણ કર્યા વગર જ નોમિનેશન લિસ્ટમાંથી મારું નામ હટાવી દેવાયું. હું સ્ક્રીનરાઈટર્સ અસોસિએશન પાસે પણ ગઈ હતી. હું મારા વકીલને સાથે જ રાખી રહી છું. આ વાત અવોર્ડ માટે નથી પરંતુ જે અન્યાય થયો છે એના માટે છે. હું જંગલી પિક્ચર્સ સાથે એક વર્ષથી ‘હમ દો હમારે ચાર’ માટે સ્ક્રીનપ્લે તૈયાર કરી રહી હતી.’ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે હમ દો હમારે ચારની વાર્તા ગજબનાક રીતે મળતી આવે છે. જ્યોતિએ આગળ જણાવ્યું કે, ‘જાન્યુઆરી, 2016 દરમિયાન તે સમયના ડેવલપમેન્ટ હેડ અમન ગિલ જ્યારે બીજા સ્ટુડિયોમાં ગયા ત્યારથી મારી સાથે બધું વિચિત્ર થવા લાગ્યું. હું એટલું ચોક્કસપણે જાણું છું કે, તે સમયે આ વિષય પર પહેલી સ્ટોરી રજીસ્ટર મેં કરાવી હતી. જે ત્રણ રાઈટર્સને આ સ્ટોરી માટે ક્રેડિટ અપાયું છે તેમાંની હું પહેલી રાઇટર છું.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments