બનાસકાંઠાની ગેંગરેપ પીડિતાને ગર્ભપાત કરાવવા HCની મંજૂરી

0
12

અમદાવાદ: બનાસકાંઠાની ગેંગરેપ પીડિતાની પોલીસે ફરિયાદ પણ ન લેતાં સમગ્ર બાબતને ગંભીર ગણાવી જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ બનાસકાંઠા પોલીસ અધિકારી તેમજ સરકારનો આ બાબતે ખુલાસો માગ્યો છે. 23 વર્ષ પહેલા હાઇકોર્ટે ધરકામ કરતી મહિલા બાબતે આપેલા ચુકાદાની ગાઇડલાઇનનો હજુ સુધી અમલ કેમ નથી થતો તે અંગે હાઇકોર્ટે સરકાર પાસે સ્પષ્ટતા માગી છે.

દુષ્કર્મનો ભોગ બનનારના શું અધિકારો છે

બળાત્કારનો ભોગ બનનારી મહિલાને કાયદાકીય સુરક્ષા મળવી જોઇએ. મહિલાના વકીલે તેનું સાઇકોલોજિકલ તેમજ મેડિકલ કાઉન્સેલિંગ કરવું જોઇએ.
પોલીસ સ્ટેશનમાં જ તેને વકીલની સુવિધા મળવી જોઇએ.
પોલીસની પણ ફરજ છે કે તેમણે ભોગ બનનારને તેના અધિકારો બાબતે જાણ કરવાની હોય છે.
જો ભોગબનનાર પાસે કોઇ વકીલ ન હોય તો સહાય કરવા ઇચ્છતા વકીલોની યાદી પોલીસ સ્ટેશનમાં પણ હોવી જોઇએ.
ભોગ બનનારની પોલીસ અરજીને ધ્યાનમાં લઇ કોર્ટ પણ વકીલની સવલત અપાવી શકે છે.
ભોગ બનનારને કામ પણ મળી રહે તે જોવાનું રહે.
ભોગ બનનાર મહિલાને કેસના ચુકાદામાં કોર્ટે વળતર પણ આપવામાં આવવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here