Sunday, November 28, 2021
Homeબનાસકાંઠા : ધાનેરા સહિત વિવિધ જગ્યા એ શાળા માં અભ્યાસ કરતા બાળકો...
Array

બનાસકાંઠા : ધાનેરા સહિત વિવિધ જગ્યા એ શાળા માં અભ્યાસ કરતા બાળકો જીવ ના જોખમે કરી રહ્યા છે મુસાફરી, છતાં પણ તંત્ર આંખ આડા ના કાન

બનાસકાંઠા જિલ્લા ધાનેરા સહિત વિવિધ જગ્યા એ શાળા માં અભ્યાસ કરતા બાળકો જીવ ના જોખમે મુસાફરી કરી રહ્યા છે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે પરંતુ ધાનેરા વિસ્તાર માં તો એક શિક્ષક જ પોતાની ગાડી માં અને તેનીજ શાળા ના બાળકો ને ઘેટાં બકરા ની જેમ ભરી બાળકો ના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર અને શિક્ષણ વિભાગ આ શિક્ષક સામે કાયદેસર ના પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી રહી છે

 

 

 

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયા નું ખર્ચ કરવામાં આવી રહ્યું છે પરંતુ શિક્ષણ અર્થે આવતા બાળકો ને આજે પણ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે અને જીવ ના જોખમે મુસાફરી કરી શાળાએ જવું પડે છે …….કેટલીક શાળા માં તો શિક્ષકો દ્વારા બાળકો ને સલાહ આપવામાં આવે છે કે જોખમી મુસાફરી કરવી નહીં અને શાંતિથી ઘરે પહોંચવું। ….પણ ધાનેરા માં આવેલી વિવેકાનંદ વિદ્યાલય ના કેમ્પસ માં તો એક શિક્ષક બાળકો ને સારી સલાહ આપવાના બદલે તેની જ ગાડી માં 35 થી 40 બાળકો ભરીને અવર જવર કરે છે……..ધાનેરા માં આવેલી વિવેકાનંદ વિદ્યાલય ના કેમ્પસ માં આવેલી એક પ્રથમી શાળા માં જીતુભાઇ નામનો શિક્ષક ફરજ બજાવે  છે અને તે પોતાની ગાડી લઈ શાળા એ આવે છે પરંતુ જ્યારે શાળા છૂટે ત્યારે  આ ગાડી માં 35 થી 40  બાળકો ભરીને જાય છે અને બાળકો નો જીવ જોખમમાં મૂકે છે ગમે ત્યારે કોઈ અણબનાવ બને તો 35 થી 40  બાળકો નું શુ…? તે પણ એક મોટો સવાલ છે……આજે આ શિક્ષક ગાડી માં બાળકો ને ભરી ને જતો હતો ત્યારે સમગ્ર ઘટના મીડિયા ના કેમેરા કેદ થઈ જવા પામી હતી અને બાળકો કેમેરો જોઈ ગાડી માંથી નીચે કૂદવા લાગ્યા હતા ત્યારે આ બાળકો ના જીવ સામે ખીલવાડ કરતા શિક્ષક ને પોલીસ તંત્ર અને શિક્ષણ વિભાગ પાઠ ભણાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તો બીજી તરફ બિન સત્તાવાર એવું પણ જાણવા મળ્યું છે કે આ શિક્ષક પૈસા ની લાય માં બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે ત્યારે જો આ વાત સત્ય હોય તો બાળકોના વાલીઓને જાગવાની જરૂર છે.

 

 

 

રિપોર્ટર : સુરેશ ગલચર, CN24NEWS, ધાનેરા , બનાસકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments