Tuesday, December 7, 2021
Homeબનાસકાંઠા: નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ
Array

બનાસકાંઠા: નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ

બનાસકાંઠા: દિયોદર ખાતે આવેલ નર્મદા કેનાલમાં આજરોજ એક યુવકે છલાંગ લગાવી હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. દિયોદર નજીક આવેલ ફુલપરા ખાતેથી પસાર થતી નર્મદા કેનાલમાં છલાંગ લગાવતા આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે એવી પહોંચ્યા હતા.

આ સાથે જ નજીકના પોલીસ મથકે બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તથા ફાયર બ્રિગેડના તરવૈયા પણ નર્મદા કેનાલ ખાતે પહોંચ્યા હતા અને છલાંગ લગાવનાર યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે, આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મરનાર યુવકનું આધાર કાર્ડ મળી આવ્યું હતુ.

જો કે, આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી મરનાર યુવકની શોધખોળ કરવામાં ફાયર બ્રિગેડના જવાનોને સફળતા પ્રાપ્ત થઇ શકી નથી. પરંતુ સ્થાનિક પોલીસને નર્મદા કેનાલ ખાતેથી મળી આવેલ પુરાવારૂપ આધારકાર્ડના આધારે યુવકના પરિવારજનોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.  આ સાથે જ યુવકે છલાંગ ક્યાં કારણોસર લગવાની તે હજી સુધી જાણી શકાયું નથી. હાલ સ્થાનિક પોલીસે યુવકના પરિવારજનોને શોધવા માટે કમરકસી છે.

અત્રે જણાવવાનું કે, છેલ્લા કેટલાક સમયગાળાથી યુવકો અને યુવતીઓમાં આપઘાત કરવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે, ક્યારે ઘરકંકાસને કારણે તો વળી ક્યારેક બેરોજગારી અથવા પ્રેમમાં મળેલી નિષ્ફળતાને કારણે તો વળી ક્યારે પરીક્ષામાં નાપાસ થવાના ડરને કારણે યુવક-યુવતીઓ મોતને વ્હાલુ કરીને જીંદગીનો અંત આણતા હોય છે ત્યારે આ પ્રકારના પગલા નહીં ભરવા માટે VTV તમામ યુવક-યુવતીઓને અપીલ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments